પટનાઃ બિહારમાં કોરોના વાઇરસનો કાળો કહેર યથાવત છે. રાજ્યપાલ ગૃહના લગભગ 20 કર્મચારીઓનો કોરોના સંક્રમિત થયા છે. અગાઉ બિહાર ભાજપના 75 નેતાઓ COVID-19 પોઝિટિવ થયા છે. આ સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ.સંજય જયસ્વાલ પણ કોરોના સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે.
બિહારના રાજકારણમાં કોરોનાનો વિસ્ફોટ, રાજ્યપાલ ગૃહના 20 કર્મચારીઓ પોઝિટિવ - સંજય જયસ્વાલ
બિહાર રાજ્યના રાજ્યપાલના ગૃહમાં 20 જેટલા સ્ટાફના સભ્યો આજે બુધવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ તેમની પત્ની મંજુ ચૌધરી અને માતા પણ કોરોનાના સકંજામા અવ્યા છે. તો અગાઉ પણ બિહાર ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.
બિહાર
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેની પત્ની મંજુ ચૌધરી અને માતા પણ કોરોનાથી ચેપગ્રસત થયા છે. અગાઉ બિહાર ભાજપના ઘણા નેતાઓ સકારાત્મક આવ્યા હતા.
બિહાર રાજ્યામા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 18 હજાર 853 પર પહોંચી છે. કોરોના સંક્રમણમાં વધારો ન થાય તેના માટે સરકારે પટનામાં 31 જુલાઇ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. રાજ્યામાં ફક્ત ઇમરજન્સી અને આવશ્યક સેવાઓની દુકાનોને ખુલ્લી રહેવાની સૂચના આપવામાં આવી છે.