ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું, 65માંથી 4 જમાતી નીકળ્યા કોરોના પોઝિટિવ - ભોપાલમાં કોરોના સંક્રમણમાં વધારો

ભોપાલમાં દિલ્હીના નિઝામુદ્દીની તબલીઘી જમાતના મરકજની મુલાકાત લઈને આવેલા લોકોની તપાસ હાથ ધરાઈ છે. અત્યારસુધી સવાસો લોકોની ઓળખ થઈ છે. જેમને મેડીકલ તપાસ માટે મોકલવામાં આવે છે. કારણ કે, તબલીઘી મરકજથી આવેલા મોટાભાગના લોકોમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે.

Bhopal
Bhopal

By

Published : Apr 3, 2020, 10:00 AM IST

મધ્યપ્રદેશઃ ભોપાલમાં વિદેશી જમાતોમાં સામેલ થનાર જમાતયોનિ સુરક્ષાની દ્રષ્ટિએ 65 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ચાર લોકોને કોરોના પોઝિટિવ છે. 3 વિદેશની જમાતી છે. તો એક ભુવનેશ્વર ઉડીસાનો છે. હાલ, આ તમામને ચિરાયુ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને ક્વૉરોન્ટાઈન કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે.

ભોપાલના કલેક્ટર તરુણ પિથોડેએ ભોપાલમાં ચાર લોકો સંક્રમિત હોવાનું જાણ થતાં રહમાનિયા મસ્જિદ અશબાગ ક્ષેત્ર અને અહાતા રૂસ્તમ ખા મસ્જિદ શ્યામલા હિલ્સ ભોપાલને ઈપિક સેન્ટર જાહેર કર્યુ છે. હવે આ વિસ્તારની આજુબાજુ 1 કિલોકમીટર સુધીના વિસ્તારને કન્ટેટમેન્ટ ક્ષેત્ર જાહેર કરાયા છે.

આ ક્ષેત્રથી બહાર જનાર વ્યક્તિનું સ્કેનિંગ કરવાનું અનિવાર્ય રહેશે. સાથે જ તમા લોકોને 14 દિવસ માટે હૉમ ક્વૉરોન્ટાઈન રહેવું પડશે. સંક્રમિત વ્યક્તિના રહેણાંક સ્થળને એપિક સેન્ટર તરીકે જાહેર કરવામાં આવશે અને નજીકના 50 મકાનોમાં સ્ક્રીનીંગ કરવામાં આવશે.

ભોપાલમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું

કમ્પાઈન્ટ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકાના આધારે રેપિડ રિસ્પોન્સ ટીમ અને મેડિકલ મોબાઇલ યુનિટ કામ કરશે. આ વિસ્તારના તમામ લોકોની સતત તપાસ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ અંગે તાત્કાલિક માહિતી આપવી ફરજિયાત રહેશે. હાથની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતાના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. તેની આજુબાજુના 2 કિ.મી. વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોસુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક કર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનને સેક્ટરને સેનેટાઇઝ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે વિસ્તારના માર્ગો સીલ કરવામાં આવશે. કોઈને પણ જરૂરી ચીજો લાવવા સિવાય બહાર જવા દેવાશે નહીં. કન્ટેટમેન્ટ વિસ્તારમાં ટ્રાફિક બંધ રહેશે. એપી સેન્ટરના ઘરની આજુબાજુના તમામ 50 મકાનોમાં માસ્ક, હેન્ડ વૉશ પીપીઈ ગાઇડ લાઇનને અનુસરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details