આપને જણાવી દઈએ કે, એન. રાવ લાંબા સમયથી રાજનીતિમાં સક્રિય ન હતા.
ભાજપના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવા માટે આયોજિત બેઠકમાં પાર્ટી અધ્યક્ષ તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાવનું સ્વાગત કર્યું હતું.
જોકે રાવ વર્ષ 1981માં એક માસ માટે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યાં હતા. ત્યારે તેઓ TDP (તેલુગુ દેશમ પાર્ટી)ના સંસ્થાપક એન.ટી.રામા રાવની કેબિનેટમાં પ્રધાન હતા. તેમજ તે એક સરકારમાંથી બીજી સરકારમાં સામેલ થયા હતા. જોકે ત્યારબાદ રાવ કોંગ્રેસમાં જોડાયા હતાં.
રાવની સાથે જ ભૂતપૂર્વ પ્રધાન પેદ્દી રેડ્ડી, પૂર્વ સાંસદ રામમોહન રેડ્ડી, સુરેશ રેડ્ડી, પૂર્વ ધારાસભ્ય શશિધર રેડ્ડી, ફિલ્મ નિર્માતા બેલમકોંડા રમેશ, સેવાનિવૃત IAS અધિકારી ચંદ્રદાન અને અન્ય પણ ભાજપમાં સામેલ થયા.
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન અન્ય પક્ષના નેતાઓને ભાજપમાં સામેલ થવાને લઈને થઈ રહેલી ટીકાઓને નકારી હતી.
તેમણે કહ્યું કે, બધા પક્ષમાં સારા લોકો છે અને બધા સારા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ કરીને એકસાથે પક્ષમાં સામેલ થઈ રહ્યાં છે.