સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પશ્ચિમ બંગાળની સરકારને સન્માન આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારની આ યોજનાનો હેતુ લોકોને ઉદ્યોગો માટે કાર્યક્ષમ બનાવવાનો છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ માહિતી ટ્વીટ કરીને આપી હતી.
પશ્ચિમ બંગાળની સરકારની યોજનાને મળ્યો UN એવોર્ડ - MAMATA BANERJEE
કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારની ઉત્કર્ષ બાંગ્લા યોજનાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત 'વર્લ્ડ સમિટ ઓન દી ઇન્ફોર્મેશન સોસાયટી' ( WSIS)ના પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી છે.
તેમણે ટ્વીટ કર્યું કે, વિશ્વભરમાં 18 કેટેગરીમાંથી 1062 નોમિનેશન્સમાંથી 'ઉત્કર્ષ બંગ્લા' કેપિસિટી બિલ્ડિંગ કેટેગરીમાં નંબર વન તરીકે ઉભરી આવ્યું છે, અને તેમા પ્રતિષ્ઠિત WSISની પ્રક્રિયા હેઠળ WSIS 2019નો પુરસ્કાર જીત્યો છે.
અમને જણાવી દઇએ કે, 16 ફેબ્રુઆરી, 2016 ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી દ્વારા 'ઉત્કર્ષ બંગલા યોજના' શરૂ કરાઈ હતી. આ યોજના દ્વારા દર વર્ષે છ લાખ લોકોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી, અને ત્યાર બાદ કેમ્પસ પ્લેસમેન્ટની તક આપવામાં આવી હતી.