ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજા મહાચક્રવાત 'અમ્ફાન'નો સામનો કરશે ભારત, હાઈ એલર્ટ

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના વડા એસ.એન. પ્રધાને કહ્યું કે મહાચક્રાવત 'અમ્ફાન' પશ્ચિમ બંગાળના દિધા અને બાંગ્લાદેશના હટિયા આઇલેન્ડ વચ્ચે 20 મેના રોજ પહોંચશે. NDRF તેને ગંભીરતાથી લઈ રહ્યું છે કારણ કે, ભારત બીજી વખત આવા ચક્રવાતનો અનુભવ કરી રહ્યું છે.

By

Published : May 19, 2020, 8:53 AM IST

cyclone Amphan
cyclone Amphan

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્વાત 'અમ્ફાન' 20 મેના રોજ વિકરાળ સ્વરૂપે ભારતીય તટ સાથે ટકરાવવાનું અનુમાન છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાઈ કિનારા વિસ્તારોમાં ભયાવહ સ્થિતિ સર્જાય તેવી આશંકા છે. જેથી આ મુશ્કેલીનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરાકરે આ અંગે ચોક્કસ વ્યવસ્થા કરી રહી છે.

નોંધનીય છે કે, અમ્ફાન સોમવારે બંગાળની ખાડીમાં ચક્રવાતમાં ફેરવાશે તો તે બુધવાર સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. આ ચક્રવાતને કારણે બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વ્યાપક નુકસાનની સંભાવના છે.

દેશ આ ચક્રવાત માટે હાઈએલર્ટ પર છે કારણ કે, 'અમ્ફાન' 20 મેના રોજ 195 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળના કાંઠે ચક્રવાતી તોફાન પહોચી શકે છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRF)ના વડા એસ.એન. પ્રધાને કહ્યું કે, મહાચક્રાવત 'અમ્ફાન' પશ્ચિમ બંગાળના દિધા અને બાંગ્લાદેશના હટિયા આઇલેન્ડ વચ્ચે 20 મેના રોજ પહોંચશે.

પ.બંગાળના આ વિસ્તારોને 'અમ્ફાન' દ્વારા ભારે અસર થવાની સંભાવના છે....

પશ્ચિમ બંગાળના પૂર્વ મેડિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતાને અસર કરે છે.

ઓડિશામાં પણ નુકસાન થાવની ભીતિ...

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લો, જેમાં જગતસિહઘપુર, કેન્દ્રપરા, ભદ્રક અને બાલાસોર જિલ્લાઓ પણ પર પણ ભારે અસર થઈ શકે છે.

પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, NDRF તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. કારણ કે ,ભારત બીજી વખત આવા ચક્રવાતનો અનુભવ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે,1999 પછી આ સૌથી વિનાશકારી ચક્રવાત છે.

ABOUT THE AUTHOR

...view details