ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં વધતાં કોરોના સંક્રમણના પગલે બેન્ક્વેટ હૉલને કોરોના કેર સેન્ટર સાથે અટેચ કરાયા - banquet-halls-linked-with-hospitals-in-delhi

દિલ્હી સરકારે દિલ્હીના તમામ જિલ્લામાં કેટલાંક બેન્ક્વેટ હૉલ નક્કી કર્યા છે. જેમાં કોરોના દર્દીઓનો ઈલાજ થશે. આ હૉલને કોવિડ હોસ્પિટલ સાથે અટેચ કરવામાં આવશે.

દિલ્હી વધતાં સંક્રમણના પગલે બેન્ક્વેટ હૉલને કોરોના કેર સેન્ટર સાથે અટેચ કરાયા
દિલ્હીમાં વધતાં કોરોના સંક્રમણના પગલે બેન્ક્વેટ હૉલને કોરોના કેર સેન્ટર સાથે અટેચ કરાયા

By

Published : Jun 28, 2020, 12:40 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર પહોંચી છે. રોજ આશરે 30 હજાર સંક્રમિત દર્દીઓની સંખ્યા નોંધાઈ રહી છે. દિલ્હીમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બેડની સંખ્યામાં વધારો કરાયો અને દિલ્હી કેટલાંક વિસ્તારોમાં બેન્ક્વેટ હૉલ્સને કોવિડ-કેર સેન્ટરના રૂપમમાં ફેરવવામાં આવ્યાં છે.

દિલ્હીમાં વધતાં કોરોના સંક્રમણના પગલે બેન્ક્વેટ હૉલને કોરોના કેર સેન્ટર સાથે અટેચ કરાયા
દિલ્હી કેબિનેટમા લેવાયો નિર્ણય

26 જૂને દિલ્હી કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયના આધારે દિલ્હીના તમામ જિલ્લામાં કેટલાંક બેન્ક્વેટ હૉલ નક્કી કર્યા છે. જેને કોવિડ હોસ્પિટલ સાથે અટેચ કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટર હૉસ્પિટલના વિસ્તારિત સેન્ટર તરીકે કામ કરશે. આમ, તંત્ર દ્વારા કુલ 1055 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

હેરિટેડ ગ્રેડમાં 200 બેડ

ઉત્તર જિલ્લામાં 100 બેડની ક્ષમતાવાલા બેન્ક્વેટ હૉલને સત્યવાદી રાજા હરિશચંદ્ર હૉસ્પિટલની સાથે લિંક કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 200 બેડની ક્ષમતાવાળા હેરિટેજ ગ્રેડ દીપ ચંદ બંધુ હૉસ્પિટલ સાથે મળીને કામ કરશે. પશ્ચિમી દિલ્હીના જિલ્લામાં આવેલા આર.કે બેન્ક્વેટ હૉલમાં કીર્તિ નગરમાં 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હૉસ્પિટલના વિસ્તારીત સેન્ટર તરીકે કામ કરશે.

પર્લ ગ્રેડ ગેલેક્સીમાં પણ વ્યવસ્થા

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં 160 બેડની ક્ષમતાવાળા કુંદન બેન્ક્વેટ હૉલ, કાપસહેડાને લોકનાયક હૉસ્પિટલની સાથે અટેતચ કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના કનક બેન્ક્વેટ હૉલને પણ જીટીબી હૉસ્પિટલની સાથે જોડવામાં આવ્યું છે. જ્યાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જીટીબી હૉસ્પિટલની સાથે જ શાહદરા જિલ્લામાં પર્લ ગ્રેજ ગેલેક્સી, સીબીડી ગ્રાઉન્ડ, વિશ્વાસ નગરને પણ લિંક કરવામાં આવ્યું છે. જેમાં 135 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જીટીબી હૉસ્પિટલની સાથે સાહદરા જિલ્લામાના પર્લ ગ્રેડ ગેલેક્સી, સીબીડી ગ્રાઉન્ડ, વિશ્વાસ નગરને પણ લિંક કરવામાં આવ્યું છે.


શહનાઈ બેન્કવેટ હૉલમાં 100 બેડની વ્યવસ્થા

સેન્ટ્રલ દિલ્ગીમાં શહનાઈ બેન્ક્વેટ હૉલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને તેની સામે આવેલા લોકનાયક હૉસ્પિટલમાં સાથે જોડવામાં આવ્યો છે. નવી દિલ્હીના જિલ્લાના જેજેવી માર્કેટિંગ અને હૉટલ પ્રાઈવેટ લિમિટેડ સમાલખા વિલેજને પણ લોકનાયક હૉસ્પિટલની સાથે અટેચ કરવામાં આવ્યું છે. જ્યાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.


CWG વિલેજમાં 200 બેડની વ્યવસ્થા

દક્ષિણ જિલ્લામાં રાધા સ્વમી સત્સંગ વ્યાસમાં બનાવવામાં આવેલા 10 હજાર બેડની ક્ષમતાવાળા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરને દીન દયાળ ઉપાધ્યાય હૉસ્પિટલની સાથે અટેચ કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર-પૂર્વ દિલ્લીમાં આવા કોઈ બેન્કવેટ હૉલની વ્યવસ્થા કરવામાં આવી નથી. તો બીજી તરફ પૂર્વ દિલ્હીમાં સ્થિત કોમન વેલ્થ ગેમ્સ વિલેજમાં 500 બેડને કોવિડ કેયર સેન્ટર માટે તૈયાર કરવાની વાત થઈ રહી છે. જેના સંચાલનની જવાબદારી ડૉક્ટર્સ ફોર યૂ અને વૉલંટિયર્સની રહેશે.

ABOUT THE AUTHOR

...view details