ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ: દિલ્હીમાં ગણેશ ચતુર્થી અને મોહર્રમ જુલૂસ પર પ્રતિબંધ

આ વખતે કોરોના સંક્રમણના ખતરાને જોતા દિલ્હીમાં મોહર્રમ દરમિયાન જુલૂસ કાઢવા અને ગણેશ ચતુર્થી પર સાર્વજનિક મૂર્તિ સ્થાપના પર રોક લગાવવામાં આવી છે. આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

ગણેશ ચતુર્થી અને મોહરમ જુલૂસ પર પ્રતિબંધ
ગણેશ ચતુર્થી અને મોહરમ જુલૂસ પર પ્રતિબંધ

By

Published : Aug 16, 2020, 10:47 PM IST

નવી દિલ્હી: કોરોના ચેપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાને પગલે દિલ્હી સરકારે આગામી ગણેશ ચતુર્થી અને મોહરમ અંગે આદેશ જારી કર્યા છે.

આ આદેશ મુજબ દિલ્હીમાં મોહરમ દરમિયાન જુલૂસ કાઢવા અથવા તાજીયા પર પ્રતિબંધ રહેશે. તેવી જ રીતે ગણેશ ચતુર્થી ઉપર ભગવાન ગણેશની સાર્વજનિક મૂર્તિ સ્થાપિત કરવા અથવા પંડાલો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગણેશ ચતુર્થી અને મોહરમ જુલૂસ પર પ્રતિબંધ

દિલ્હી સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક વિગતવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ મુજબ ગણેશ ચતુર્થી દરમિયાન કોઈ જાહેર સ્થળે ભગવાન ગણેશજીના મૂર્તિ, પંડાલો લગાવવામાં નહીં આવે. તેમજ જુલૂસ માટે પણ કોઈ પરવાનગી આપવામાં નહીં આવે. કોરોના રોગચાળાના આ સમયમાં લોકોને તેમના ઘરે ઉત્સવની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

મોહરમ અંગે પણ આવો જ આદેશ આપવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, મોહરમ સમારોહ દરમિયાન જુલૂસ અથવા તાજિયા માટે કોઈ પરવાનગી આપવામાં નહીં આવે અને લોકોએ તેમના ઘરોમાં રહીને જ દુઆ કરવી પડશે. આ સંદર્ભે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ડીસીપી દરેક ધાર્મિક અને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરશે, જેથી તેઓ કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે તેમનો ટેકો મેળવી શકે.

આ ઉપરાંત સાંપ્રદાયિક સંવેદનશીલ વિસ્તારોમાં પણ પૂરતા પોલીસ બંદોબસ્તનો આદેશ આપવામાં આવ્યો છે. આ હુકમમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ રીતે કોઈપણ ધાર્મિક કે સામાજિક સ્થળે ભીડ એકત્રીત ન થાય તેની ખાતરી કરવી.

તહેવારો દરમિયાન દિલ્હીના તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ્સ, રેલ્વે સ્ટેશનો અને સંવેદનશીલ અને ધાર્મિક સ્થળોએ ચેકીંગ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં જરૂરી હોય ત્યાં કલમ -144 લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલોને કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details