CEC રજત કુમારે કહ્યું કે, મતદાનની પ્રકિયાનો છેલ્લો નિર્ણય ઉમેદવારોના નામાંકનબાદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, જો ચૂંટણીમાં 96થી વધારે ઉમેદવારી નોંધાવે તો, લગભગ 8.5 લાખ મત પત્રોની જરૂર પડશે.
મતપત્રોની છપાઈ પર તેમણે કહ્યું કે, બેલેટ પેપેર તૈયાર કર્યા બાદ પ્રિંટિગ માટે મોકલવામાં આવશે. બેલેટ પેપર છપાવામાં લગભગ બે દિવસનો સમય લાગશે. આપનેજણાવી દઈએ કે, નિઝામાબાદ લોકસભા વિસ્તારમાં 245 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. કેન્દ્ર સરકારથી નારાજ ખેડૂતોને યોજાનાઓનો લાભ ન મળવાનો આરોપ લગાવ્યો છે.