ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિયા ચક્રવર્તીને મોટો ઝટકો, ન મળ્યા જામીન

રિયા ચક્રવર્તી 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. રિયા અને અન્ય 5 આરોપીઓના જામીન નામંજૂર થયા છે.

By

Published : Sep 11, 2020, 12:30 PM IST

Updated : Sep 11, 2020, 1:57 PM IST

રિયા
રિયા

મુંબઇ: રિયા ચક્રવર્તી હવે ડ્રગ્સના કેસમાં 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. રિયા 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે. મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને બુધવારે એનસીબી મહિલા સેલથી ભાયખલ્લા જેલમાં ખસેડવામાં આવી હતી.

રિયા છેલ્લા બે દિવસથી ભાયખલ્લા જેલમાં છે. ગુરુવારે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. જેના પર આજે ચુકાદો આવ્યો હતો અને રિયા સહિત તમામ 6 આરોપીઓની જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.

Last Updated : Sep 11, 2020, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details