ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટિયાલા હાઉસ કોર્ટે ISના બે શંકાસ્પદ લોકોની જામીન અરજી કરી નામંજૂર - Patiala House Court, Delhi

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આતંકી સંગઠન IS સાથે જોડાયેલા બે શકમંદોની જામીન જજ ધર્મેન્દ્ર રાણાએ બંનેની જામીન રજી ફગાવી દેવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ISના બે શંકાસ્પદ લોકોની જામીન અરજી કરી નામંજૂર
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ISના બે શંકાસ્પદ લોકોની જામીન અરજી કરી નામંજૂર

By

Published : May 16, 2020, 12:07 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આતંકી સંગઠન IS સાથે જોડાયેલા બે શકમંદોની જામીન અરજી નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ બંનેની જામીન અરજી ફગાવી દેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, આરોપીઓની વાતચીતની લિપિ પરથી સ્પષ્ટ છે કે પરવેઝ રાશિદ લોન અને જમશેદ ઝહુર લાલ આતંકી સંગઠનો માટે હથિયાર લઈ જતા હતા. આ સિવાય તેઓ આતંકવાદી સંગઠનોને ભારતીય સૈન્યની હિલચાલ વિશે પણ માહિતી આપી રહ્યા હતાં.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ISના બે શંકાસ્પદ લોકોની જામીન અરજી કરી નામંજૂર

કોર્ટે કહ્યું કે, NIA આ મામલામાં પૂરતા પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી હોવા છતાં દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા એકત્ર કરાયેલા પુરાવા પૂરતા છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લા નજીક સપ્ટેમ્બર 2018માં બંનેની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે બંનેની જામીન અરજી સામે વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, બંને ભયજનક આતંકી સંગઠનના સક્રિય સભ્યો છે. તે બંને યુપીના અમરોહા પાસેથી હથિયાર ખરીદવા આવ્યા હતાં. પકડાયેલા 4 સગીર શખ્સોએ શસ્ત્ર વેચવાની કબૂલાત આપી હતી.

દિલ્હી પોલીસે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદી ઓમર ઇબ્ને નઝીરની ખાનગી વાતચીતનું એક નકલ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. બીજી વાતચીત આરોપી અને અબુ દુજાના વચ્ચે હતી. અબુ દુજાના સુરક્ષા દળો શોધી રહ્યાં છે. કાઉન્સેલ અસગર ખાને બંને શંકાસ્પદ લોકોની રજૂઆત કરતાં કહ્યું કે NIA દ્વારા બંને સામે જ તપાસ કરવામાં આવી નથી, પરંતુ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ તપાસ કરી છે, પરંતુ તેઓ બંને વિરુદ્ધ કોઈ ચોક્કસ પુરાવા રજૂ કરી શક્યા નથી. NIA કેસમાં બંનેને જામીન મળી ગયા છે. તેમણે કહ્યું કે, બંને શંકાસ્પદ લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે અને તેમની સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહી.

અસગર ખાને કહ્યું કે, સપ્ટેમ્બર 2018માં બંને શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેની પર ગેરકાયદેસર હથિયાર હોવાનો આરોપ હતો. જ્યારે NIA દ્વારા IS શંકાસ્પદ અબ્દુલ બાસિતની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે બંને સામે UAPAએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ખાને કહ્યું કે, બંને શંકાસ્પદ લોકો સામે આક્ષેપો છે કે જાહેર સ્થળેથી હથિયારો મળી આવ્યા હતાં, પરંતુ તેઓની પાસે કોઈ સાક્ષી નથી. ગુનાને સાબિત કરવા માટે ન તો હથિયારો મળી આવ્યાં છે કે ન તો કોઈ ઘટનાના સ્વતંત્ર વીડિયો ફૂટેજ ઉપલબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details