શ્રીનગરઃ ચાલુ વર્ષે બદરીનાથ ધામના દ્વાર ખોલવાની ધાર્મિક પરંપરા અનુસાર શરૂઆત થઈ ચૂકી છે. રાજમહેલના શાહી પરિવારના સભ્યો અને મંદિર સમિતિના સભ્યોની હાજરીમાં વસંત પંચમીના દિવસે એટલે કે, 29 જાન્યુઆરીએ શુભમુહર્તમાં ભગવાન બદરીનાથના કપાટ ખોલવાની તિથિ જાહેર કરવામાં આવશે.
વસંતપંચમીએ બદરીનાથના કપાટ ખોલવાની તિથિ જાહેર થશે - બદ્રીનાથ ન્યૂઝ
ટિહરીના રાજાની કુંડળી જોઈને બદરીનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મહૂર્ત નક્કી કરાયું છે, ત્યારે બદરીનાથ ધામના દ્વાર ખોલવાની પ્રક્રિયા શરૂ થાય છે.
પૌરાણિક પરંપરા અનુસાર, સોમવારે યોગધ્યાન બદરી મંદિર પાંડુકેશ્વરથી ટીહરી સ્થિત નરેન્દ્રનગરના રાજદરબારથી પૂજા-અર્ચના બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. 29 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે ટીહરી દરબારમાં તિથિ જાહેર કરવાની સાથે-સાથે રાજ પરિવારની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તલનું તેલ પીલવામાં આવશે. જેનાથી 6 મહિના પછી મંદિર ખૂલ્યાં બાદ ભગવાન બદરીનાથનો અભિષેક કરવામાં આવશે.આમ, રીતિ-રિવાજ પ્રમાણે સોમવારે પાંડુકેશ્વરમાં આ વર્ષની યાત્રાનો શુભારંભ કરાયો હતો.
બદરીનાથ મંદિરની તિથિ વસંત પંચમીના દિવસે જાહેર કર્યા બાદ સૌભાગ્યવતી મહિલાઓ ઘડામાં રાજમહેલથી આવેલું તેલ ભરશે, ત્યારબાદ ચમોલીમાં સ્થિત ડિમ્મર ગામમાં ડિમરી બ્રાહ્મણ ભવ્ય શોભાયાત્રાની સાથે વિભિન્ન તબક્કામાં પસાર થઈને કપાટ ખુલતાં પહેલા બદરીનાથ ધામ લઈને પહોંચશે.