નવી દિલ્હીઃ બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી CBIની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. આ કેસમાં કુલ 32 આરોપીઓ છે, જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ચંપાત રાય, સાધ્વી રીતંભરા, સાધ્વી ઉમા ભારતી અને અન્યનો સમાવેશ થાય છે.
બાબરી કેસ: ઉમા ભારતી CBI કોર્ટમાં હાજર થયા
બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી CBIની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. આ કેસમાં કુલ 32 આરોપીઓ છે, જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ચંપાત રાય, સાધ્વી રીતંભરા, સાધ્વી ઉમા ભારતી અને અન્યનો સમાવેશ થાય છે.
અયોધ્યાની બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી CBIની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. આ કેસમાં અદાલતમાં નિવેદન નોંધાવનાર તે 19માં આરોપી છે. આ કેસમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશીનું નિવેદન નોંધાયું નથી. તેમના વકીલોએ કોર્ટને કહ્યું છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે.
6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 32 આરોપીઓનાં નિવેદનો CBIની વિશેષ અદાલત રેકોર્ડ કરી રહી છે. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ, વિશેષ અદાલત 31 ઓગસ્ટ સુધીમાં આ કેસની સુનાવણી પૂર્ણ કરવા દૈનિક કામ કરી રહી છે.