ચંદીગઢ : પ્રખ્યાત મહિલા પહેલવાન અને BJP નેતા બબીતા ફોગાટ દ્વારા જમાતીઓને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે. છે. ફોગાટે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'કોરોના વાઈરસ ભારતની બીજા નંબરની સમસ્યા છે, જમાતી અત્યારે પણ પ્રથમ નંબર ઉપર છે.'
ટ્રોલર્સે ફોગાટને જવાબ આપતા લખ્યું છે કે, 'એક મુસલમાને ફિલ્મ બનાવીને તમને પ્રખ્યાત કર્યા છે. આ દેશમાં ક્રિકેટને છોડીને એવા ઘણાં ખેલાડી છે કે જેઓ પાણીપુરી વેચે છે.'
ફોગાટના સમર્થનમાં પહેલવાન યોગેશ્વર દત્તે લખ્યું કે, 'ખેલાડી પાણીપુરી વેચીને મહેનતની કમાણી કરે છે, ફ્રીનું નથી ખાતા. ફિલ્મની કમાણી કોણે લીધી અને જીવનમાં કંઈક કર્યું તો ફિલ્મ બની. એવું હોય તો તમે પણ પોતાના ઉપર એક ફિલ્મ બનાવી લો.'
સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ફોગાટનું સમર્થન કરતાં લખ્યું છે કે, 'મિલ્ખા સિંહ, મેરી કૉમ, પાન સિંહ તોમર, ગીતા, બબીતા, આ લોકો પર એટલે ફિલ્મ બની કારણ કે તેઓ તે યોગ્ય હતા. સરકારી ખેલાડીની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. ખેલાડી દેશ માટે સંઘર્ષ કરે છે, તમે શું કરી રહ્યાં છો.'