ગુજરાત

gujarat

By

Published : Sep 18, 2019, 1:17 PM IST

ETV Bharat / bharat

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ: 18 ઓક્ટોબર સુધીમાં નિરાકરણ આવે તેવી શક્યતા !

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિને લઈ 26 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. આ મુદ્દા પર આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, તમામને સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. પક્ષકાર સમાધાન કરી કોર્ટને જણાવે. આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધઈ પુરી થવાની શક્યતા છે. 27 સપ્ટેમ્બર સુધી મુસ્લિમ પક્ષકારો પોતાની ચર્ચા વિચારણા પુરી કરી લેશે. મુસ્લિમ પક્ષકારો તરફથી રાજીવ ધવને કહ્યું હતું કે, આગામી અઠવાડીયા સુધીમાં અમે અમારી ચર્ચા વિચારણ પુરી કરી લઈશું. જ્યારે રામલલાએ જણાવ્યું હતું કે, તેમણે જવાબ માટે હજી બે દિવસ લાગશે.

Ayodhya land dispute case

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે, અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પુરી થઈ શકે છે. તમામને સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. પક્ષકાર સમાધાન કરી કોર્ટને જણાવે. આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધઈ પુરી થવાની શક્યતા છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થતાને લઈ પેનલને પત્ર મળ્યો છે. અંદરોઅંદર વાતચીત કરી સમાધાન કરવા ઈચ્છે છે તો આ મુદ્દે કોર્ટ સમક્ષ રાખે. મધ્યસ્થતા કરી શકે છે. મધ્યસ્થતા માટેનો મુદ્દો ગોપનિય રહેશે.

સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું છે કે, આ દરમિયાન સુનાવણી તો ચાલુ જ રહેશે. મોટા ભાગની સુનાવણી થઈ ગઈ છે. તેથી સુનાવણી તો ચાલું જ રહેશે અને 17 નવેમ્બર સુધીમાં નિર્ણય આવે તેવી શક્યતા છે. આજ દિવસે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા નિવૃત પણ થવાના છે.

ABOUT THE AUTHOR

...view details