સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા કેસની સુનાવણી અંતિમ તબક્કામાં છે. અયોધ્યા કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત 14 અપીલોની સુનાવણી કરી રહી છે. ત્યારે કોર્ટની સુનાવણીમાં મુસ્લિમ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી રહી છે.
નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યા નગરમાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
14 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની સુનાવણી વખતે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું છે કે, ASI દ્વારા વિવાદિત જમીન પર મંદિરના વિનાશને લઈ કોઈ પુરાવા મળ્યા નથી.
ધવને આગળ કહ્યું કે, 1854માં બ્રિટિશ સરકાર દ્વારા બાબરી મસ્જિદની જાળવણી માટે ભંડોળ આપવામાં આવતુ હતુ. આના સિવાય 1885 અને 1989ની વચ્ચે હિન્દુ પક્ષ દ્વારા કોઈ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો ન હતો.