સુપ્રીમ કોર્ટેના પૂર્વ જજ એફ.એમ.આઈ. કલીફુલ્લાના નેતૃત્ત્વવાળી આ પેનલમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ પણ સામેલ છે.
ફૈઝાબાદમાં અયોધ્યા મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ - HC
ફૈઝાબાદ: સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની પેનલે બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદને ઉકેલવા માટે બુધવારે પ્રથમ બેઠક યોજાય હતી.
ડિઝાઈન ફોટો
અવધ યુનિવર્સિટી કેમ્પસમાં ગેસ્ટ હાઉસ તરફ જતા તમામ રસ્તા પર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ જગ્યા પર બેઠક યોજાઈ રહી છે.
આ વિવાદ પર ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટે આઠ માર્ચે કહ્યું હતુ કે, પ્રક્રિયાની સફળતાને સુનિશ્ચિત કરવા માટે ‘ખૂબ ગોપનીયતા’ રાખવામાં આવે અને તેને આઠ અઠવાડિયાની અંદર અંત લાવવામાં આવશે.