દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે વિખ્યાત સિયાચિનમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના 8 જવાન ફસાયા હતા. જેમાં 4ના મોત થયા છે. ઉપરાંત 2 પોર્ટરોએ પણ જીવ ગુમાવ્યો છેય બીજીતરફ 2 જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અહીં ચોકી પાસે 20,000 ફૂટની ઝડપે શિયાળાનો બરફ જાણે વરસ્યો અને રસ્તા બરફથી જામી ગયા. સોમવારે ભારતીય સૈન્યના આઠ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પર બરફની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં તે દબાઈ ગયા હતા.
સિયાચિનના વિસ્તારોમાં ઘાસનું અંશ પણ દેખાતુ નથી. પરંતુ બાના ટોપ અને તેના નજીકના સાલ્ટોરો રિજ અને સિયાચેન ગ્લેશિયરની સ્પષ્ટ ઝંખી આવે છે. આ વિસ્તારમાં પુષ્કળ માત્રામાં પાણીનો જથ્થો છે.
બાના પોસ્ટને 21,000 ફૂટથી વધુની ઉંચાઇ પર સુબેદાર મેજર અને માનદ કેપ્ટન બાના સિંહના બહાદુરી કાર્યો યાદ કરવામાં આવે છે, જેમણે એક નાની ટીમને 1,500 ફુટ ઉંચી બરફની દિવાલ સુધી દોરી હતી, ત્યારબાદ પાકિસ્તાન દ્વારા 26 જૂન, 1987ના રોજ લોહીયાળ રમતને અંજામ આપવામાં આવ્યો હતો.
અહીં જો કોઈ ફસાઈ જાય તો તેને રેસક્યુ કરવા માટે વિશેષ ટીમ જેમાં ટ્રેનિંગ અપાયેલા માણસો, સ્નીફર ડૉગ્સ, મિલેટ્રી હેલીકોપ્ટર તૈનાત રખાયા છે.
ફેબ્રુઆરી, 2016 માં, મદ્રાસ રેજિમેન્ટની 19 બટાલિયનના 10 ભારતીય સૈનિકોને સિયાચીન ખાતે હિમપ્રપાતમાં દફનાવવામાં આવ્યા હતા. ફક્ત લાન્સ નાઈક હનુમાનથપ્પાને ઉંડા બરફ નીચેથી કાઢવામાં આવ્યા હતા. છતાં તેમનો પાંચ દિવસ બાદ પણ ચમત્કારીક બચાવ થયો હતો. તેના એક મહિના પહેલા જ 4ના અહીં ફસાઈ જવાથી મોત થયા હતા.
1984 થી 2018 સુધીના 34 વર્ષોમાં, લડાઇ સિવાયના અન્ય પરિબળોને કારણે સિયાચીનમાં 869 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
એપ્રિલ, 2012ના રોજ આ વિસ્તારમાં આવેલા એક સૌથી વિનાશક હિમપ્રપાતમાં, લગભગ 135 પાકિસ્તાની સૈનિકો સિયાચીન નજીક હિમપ્રપાતથી ટકરાયા પછી બરફ નીચે દબાઇ ગયા હતા.
હિમાલયનું આવર્તન છેલ્લા ત્રણ દાયકામાં હિમાલયની ઉપરના ભાગમાં વધ્યુ હોવાનું મનાય છે. ઘણા નિષ્ણાંતોએ તેને ગ્લોબલ વોર્મિંગની અલર ગણાવે છે, કારણ કે વધતા તાપમાનથી બરફ વધુ સરળતાથી તૂટી જાય છે અને ખાસ કરીને પછી હિમપ્રપાત તરફ દોરી જાય છે.
તાજેતરમાં જ સેનાની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે 18000 ફૂટની ઉંચાઈ પર આ દુર્ધટના બની હતી, જેમાં 8 જવાન ફસાયા છે. સિયાચિનમાં સોમવારે બપોરે અંદાજીત 3 વાગ્યે હિમસ્ખલનની માહિતી મળતાની સાથે જ, સેનાએ જવોનોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે..
(સંજીવકુમાર બરુઆ)