ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારમાં આ ડિવાઈસ ઈન્સટોલ હશે તો ચોર ચોરી નહીં કરી શકે

ગ્રેટર નોઈડાના ઈન્ડિયન એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટમાં ઓટો એક્સ્પો 2020ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 16 ઓટો મોબાઈલ કંપની તેમના 70 વાહનોની રજૂઆત કરશે. સાથે જ ફ્યૂચર કોન્સેપ્ટ કાર પણ રજૂ કરવામાં આવી હતી. જો કે, વાહનોના લોન્ચિંગની સાથે આ વખતે એક વિશેષ સેફ્ટી ડિવાઈસ પણ એક્સપો રજૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા ઘરે બેઠા જ કારનું મોનિટરિંગ કરવું શક્ય બનશે.

By

Published : Feb 6, 2020, 6:04 PM IST

Auto Expo
ઈન્ડિયન એક્સ્પો સેન્ટર

નવી દિલ્હી: ટ્રેક એન્ડ ટેલ કંપનીના સ્થાપક પ્રાંશુએ જણાવ્યું કે, તેણે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે સ્માર્ટ ડિવાઈસ લોન્ચ કર્યું છે. આ ડિવાઈસમાં ઈનબિલ્ટ 4જી સિસ્ટમ છે. કાર અથવા બાઈક શરુ કરતાની સાથે જ સ્માર્ટ ડિવાઈસ સક્રિય થઈ જાય છે. આ ડિવાઈસની મદદથી ઘરમાં રહેલા મોબાઈલ અને લેપટોપ કનેક્ટ કરી શકાય છે. સ્માર્ટ ડિવાઈસની મદદથી ઘરે બેઠા જ કારનું મોનિટરિંગ કરી શકાય છે. આ ડિવાઈસમાં જીયો ફેન્સીંગ, લાઈવ ટ્રેકિંગ અને ઓવર સ્પીડિંગ એલર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ડિવાઈસ કારમાં ઈન્સ્ટોલ હશે તો ચોર ચોરી કરી શકશે નહીં

કંપનીના વાઈસ પ્રેસીડેન્ટ અમિતે જણાવ્યું કે, ટ્રેક અને ટેલ ડિવાઈસની મદદથી મિત્રો સાથે ટ્રિપ શેર કરી શકાય છે. દિવસ દરમિયાન કાર કેટલા કિલોમીટર ચાલી, ક્ટેલી સ્પીડથી ચાલી દરેક વસ્તુ પર નજર રાખી શકાય છે. આ ડિવાઈસની મુખ્ય વિશેષતા એ છે કે, જો કાર ચોરાઈ ગઈ હોય તો પણ ઘરેથી કારનું એન્જિન બંધ કરી શકાય છે અને કારનું વર્તમાન લોકેશન જાણી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details