ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકાનો CM યોગીને પત્ર- કોંગ્રેસ મજૂરો માટે 1000 બસ ચલાવવા માગે છે - પ્રિયંકાનો CM યોગીને પ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે, સરકાર કોંગ્રેસ પાર્ટીને પરપ્રાંતીય મજૂરો માટે ગાઝિયાબાદ અને નોઈડાથી એક હજાર બસ ચલાવવાની મંજૂરી આપે. વાંચો સંપૂર્ણ સમાચાર...

Priyanka Gandhi slams govt
પ્રિયંકાનો CM યોગીને પત્ર - કોંગ્રેસ મજૂરો માટે 1000 બસ ચલાવવા માંગે છે

By

Published : May 16, 2020, 6:21 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે, સરકાર કોંગ્રેસ પાર્ટીને પરપ્રાંતીય મજૂરો માટે ગાઝિયાબાદ અને નોઈડાથી એક હજાર બસ ચલાવવાની મંજૂરી આપે.

CM યોગીને લખેલા પત્રમાં પ્રિયંકાએ જણાવ્યું કે, 'ઉત્તર પ્રદેશના લાખો કામદારો દેશના ખૂણે ખૂણેથી સ્થળાંતર કરી પોતાના ઘરો તરફ વળ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી મોટી ઘોષણાઓ છતાં પણ કામદારો સલામત રીતે ઘરે પહોંચી શકે તે માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારીએ જણાવ્યું કે, અમે પગપાળા ચાલી રહેલા મજૂરો માટે ગાજીપુર બોર્ડર-ગાઝિયાબાદથી 500 બસ અને નોઇડા બોર્ડરથી 500 બસો ચલાવવા માંગીએ છીએ. બસનો તમામ ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.

પ્રિયંકાએ કહ્યું કે, અમે તમામ નિયમોનું પાલન કરી સ્થળાંતર કામદારોને મદદ કરવા માંગીએ છીએ. આ માટે સરકાર એક હજાર બસ ચલાવવાની મંજૂરી આપે. રાષ્ટ્ર નિર્માણ કરતા કામદારોને આમ છોડી શકાય નહીં. કોંગ્રેસ પાર્ટી મદદ કરવા કટિબદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details