મુંબઇઃ ભારતીય સંવિધાનના નિર્માતા ડૉકટર ભીમરાવ આંબેડકરના નિવાસ પર તોડફોડ કરી હતી. અજાણ્યા લોકોએ ઘરની બહાર લાગેલા કુંડાઓ તોડ્યા, છોડવાઓ ઉખેડી નાખ્યા અને સીસીટીવ કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
મહારાષ્ટ્રમાં ડૉ. ભીમરાવ આંબેડકરના ઘરમાં તોડફોડ, કડક કાર્યવાહી થશે - ભારતીય સંવિધાનના નિર્માતા ડૉકટર ભીમરાવ આંબેડકર
મુંબઇમાં અમુક અજાણ્યા ઇસમોએ ભારતીય સંવિધાનના નિર્માતા ડૉકટર ભીમરાવ આંબેડકરના નિવાસ પર તોડફોડ કરી હતી. લોકોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ambedkar
આ મામલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નિંદા કરતા કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ડૉકટર આંબેડકરના નિવાસ 'રાજગૃહ' પર અમુક અજાણ્યા શખ્સોનો હુમલો નિંદનીય છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડૉકટર આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
Last Updated : Jul 8, 2020, 9:45 AM IST