ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બહરાઈચમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો - પોલીસ પર હુમલો

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે કોવિડ 19ના ફેલાવાને અટકાવવા માટે દેશમાં પણ લોકોને ઘરની બહાર ન નીકળવા અને લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ આ વચ્ચે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

Etv Bharat, Gujarati News, Bahraich Police
attack on police team in bahraich

By

Published : Apr 26, 2020, 10:35 AM IST

બહરાઇચ (UP): સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે કોવિડ 19ના ફેલાવાને અટકાવવા માટે દેશમાં પણ લોકોને ઘરની બહાર ન નીકળવા અને લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ આ વચ્ચે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

જિલ્લાના થાના રામ ગામના ભગવાનપુરા માફી ક્ષેત્રમાં એક વ્યક્તિને શરદી અને ખાંસીની ફરિયાદ કરવામાં આવી હતી. આ સૂચના પર મેડિકલ ટીમ દ્વારા પહોંચીને તેને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન તેમણે જવાથી ના પાડી હતી.

આ મેડિકલ ટીમ દ્વારા પોલીસ ઇન્ચાર્જ ગૌરવ સિંહને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ પહોંચીને વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવાની તમામ જરુરી કાર્યવાહી કરીને પરત ફરી રહ્યા હતા એવામાં તેના જ ઘરની પાછળ એક વ્યક્તિ મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને ચિકન વહેંચી રહ્યો હતો.

જેથી આ ભીડને દૂર કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ચિકન વહેંચતા વ્યક્તિ અને તેના બે ભાઇએ મળીને પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત તેમની સરકારી બંદૂક ઝૂટવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સંબંધે પોલીસ દ્વારા ખૂબ જ સાહસનો પરિચય આપતા બહાદુરીથી તેનો સામનો કર્યો હતો અને સ્ટેશનના પ્રભારીને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જે બાદ સ્ટેશનના પ્રભારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અબ્દુલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details