ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપી: હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ પર હુમલો, કાર્યાલયમાં ઘૂસી ગોળી મારી - કાર્યાલયમાં ઘૂસી ગોળી મારી

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુનેગારો અને લુખ્ખા ત્તત્વો બેફામ થતાં જાય છે. આવું એટલા માટે કહી શકીએ કારણ કે, પાછલા એક જ મહિનામાં 13 ગોળીબારની ઘટના ઘટી છે. ત્યારે આજે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ, જેમના ખુર્શીદ બાગ કૉલોની સ્થિત આવેલા કાર્યાલયમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. હિન્દુ સમાજ પાર્ટીમાં કમલેશ તિવારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

attack on hindu samaj party

By

Published : Oct 18, 2019, 3:23 PM IST

આ ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગોળી વાગતા તુરંત જ કમલેશ તિવારીને ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર બે અજાણ્યા શખ્સો કાર્યાલયમાં પહોંચ્યા હતા. જેમાં એક વ્યક્તિ મીઠાઈના ડબ્બામાં ચાક્કુ છુપાવીને લઈ ગયો હતો, ત્યારે બીજા એકે કમલેશ તિવારી પર ચાકુ વડે ગળા પર ઘા કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારી દીધી હતી.

કાર્યાલયમાં ઘૂસી ગોળી મારી

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, તિવારી લાંબા સમયથી તંત્ર પાસે સુરક્ષા વધારાવાની માગ કરી રહ્યા હતા. જો કે, કમલેશ તિવારી વાતને પોલીસે ગંભીરતાથી લીધી ન્હોતી.

ABOUT THE AUTHOR

...view details