ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology predictions

By

Published : Nov 6, 2019, 4:06 AM IST

મેષ: આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. પર્યટનની શક્યતા છે. અપરિણિતો માટે લગ્‍ન યોગ છે.

વૃષભ: આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન: આજના દિવસે આપને કોઇક કારણસર મનમાં ચિંતાનું પ્રમાણ રહેશે. શરીરમાં થોડો થાક, આળસ અને અશક્તિ રહેવાથી કામ કરવામાં ઉત્‍સાહનું પ્રમાણ ઓછું રહેશે. પેટના દર્દો હોય તેવા જાતકોએ અગાઉથી સાવચેતી વધારવી પડશે. નાણાંનો અપવ્‍યય ના થાય તે માટે કોઈપણ ખર્ચ કે રોકાણમાં સાવચેતી વધારજો. વ્‍યવસાયમાં થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તૈયારી રાખવી. સહકર્મચારીઓનો સાથ સહકાર અપેક્ષા કરતા ઓછો મળે. વિરોધીઓ તેમજ હરીફો સાથે શક્ય હોય ત્યાં સુધી ચર્ચામાં ઊંડા ઉતરવું નહીં. સંતાનોનાં આરોગ્‍યની વધુ કાળજી લેવી પડશે તેમજ આજે કોઇપણ કાર્ય શરૂ કરો તો તેમાં સફળતા ઓછી અથવા વિલંબથઈ મળી શકે છે. રાજકીય પ્રશ્નો હાલમાં ઉકેલાય તેવી આશા ઓછી છે.

કર્ક: આપના આજના દિવસમાં સાનુકૂળ સંજોગો અગાઉની તુલનાએ ઘટી રહ્યા હોય તેવું લાગશે. આજે કોઇપણ કાર્યનો આરંભ કે માંદગી માટે નવા ઉપચારની શરૂઆત ન કરો તો આપ વધુ ફાયદામાં રહેશો. શક્ય હોય તો ઓપરેશન પણ અન્‍ય દિવસ પર રાખવું. મનમાંથી ક્રોધાવેશની લાગણીને દૂર રાખવાની સલાહ છે. અનૈતિક કામ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો, નહીં તો છેવટે તમને જ નુકસાન થશે. સરકારી કાર્યોમાં ઉકેલ આવવાની શક્યતા ઓછી છે અથવા વિલંબ થાય. ઘરમાં કુટુંબમાં ઝગડો ન થાય તે માટે ખાસ કાળજી લેવી. માનસિક અસ્‍વસ્‍થતા દૂર કરવા માટે પ્રભુસ્‍મરણ કરવું.

સિંહ: લગ્‍નજીવનમાં નજીવા ખટરાગથી પતિ- પત્‍ની વચ્‍ચે આજે સુમેળ જાળવી રાખવા માટે બંનેએ એકબીજાની વાત સમજવી પડશે અને પારસ્પરિક સહકારની ભાવના વધારવી પડશે. જીવનસાથીની તબિયતની પણ થોડી કાળજી લેવાની સલાહ છે. વ્‍યવસાય કરતા વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. શક્ય હોય તો વ્‍યર્થ ચર્ચા કે વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના મામલા શક્ય હોય તો. જાહેરજીવનમાં તેમજ સામાજિક જીવનમાં યશ ન મળે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતમાં સાવધાની રાખવાની સલાહ છે.

કન્યા: આજનો દિવસ આપના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપનું મન પણ પ્રસન્‍ન રહે. સુખ પમાડે તેવા બનાવો બને. આરોગ્‍ય સારું રહે. બીમાર માણસોની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાય. આર્થિક લાભ વધારે રહે. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહે. હરીફો પર વિજય મેળવી શકશો. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળે.

તુલા: આજે આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.

વૃશ્ચિક: આપને આજનો દિવસ શાંત મગજથી પસાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. ચિંતાતુર મન અને શરીરની અસ્‍વસ્‍થતા આપને બેચેન રાખશે. નિકટના આપ્‍તજનો સાથે મનદુ:ખ ના થાય તેની કાળજી પણ તમારે રાખવી પડશે. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળવું. આર્થિક નુકસાનની શક્યતા છે. વાહન‍ મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

ધન: ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે

મકર: આજે આપ શેર- સટ્ટાકીય વ્‍યાપાર અંગે નાણાંનું રોકાણ કરશો. આકસ્મિક ધનલાભ થાય. પરિવારમાં સભ્‍યો સાથે મનદુ:ખ થતાં વાતાવરણ ડહોળાયેલું રહે. ગૃહિણીઓને આજે કોઇક કારણે માનસિક અસંતોષ અનુભવાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડે. શારીરિક આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં પીડા થવાની સંભાવના છે. નકારાત્મક વિચારો પર સ્‍વસ્‍થતાથી કાબૂ મેળવવાની સલાહ આપવામાં આવે છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે.

કુંભ: શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ પર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન: આજે આપના મનની એકાગ્રતા ઓછી રહેશે અને માનસિક વ્‍યથા વધારે રહેશે માટે શક્ય હોય એટલા શાંત ચિત્તે કામ લેવાની સલાહ છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. જન સેવાને લગતા ખર્ચનું પ્રમાણ વધારે રહે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતાં ધ્યાન રાખવું. સ્‍વજનોથી દૂર રહેવાનું થાય. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા વર્તન સૌમ્ય રાખવું. ટૂંકાગાળાના લાભ લેવા જતા નુકસાન ન થાય તે જોવું. મહત્ત્વના કાગળો પર સહી-સિક્કા કરતાં પહેલા ધ્યાન રાખવું અને કોર્ટ કચેરીના કામો આજે સંભાળપૂર્વક હાથ ઘરવા. આધ્‍યાત્મિક કાર્યોમાં દિવસ પસાર થાય. જમીન કે પૈસાની લેવડદેવડ ન કરવી.

ABOUT THE AUTHOR

...view details