- મેષ
આજે તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
- વૃષભ
આપ ગૃહસ્થજીવન અને દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. પરિવારના સભ્યો અને નિકટના દોસ્તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. એકાદ નાનકડા પ્રવાસનું આયોજન પણ થવાની શક્યતા છે. તંદુરસ્તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે.
- મિથુન
આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે.
- કર્ક
આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
- સિંહ
આપના મન પર નકારાત્મક વિચારો હાવિ ના થાય તે માટે મનોરંજન પર ધ્યાન આપવું. મન સ્વસ્થ રાખવા માટે આપ્તજનો સાથે સમય વિતાવવો. તેનાથી. ઘરમાં સુમેળ પણ વધશે. માતા વૈચારિક મતભેદ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલી શકો છો. આજે મકાન-મિલ્કત કે જમીન અંગેના દસ્તાવેજો કરવામાં સાવચેત રહેવું પડશે. પાણીથી દૂર રહેવું. આપ લાગણીઓના વહેણમાં તણાઇ ન જાવ તેનું ધ્યાન રાખજો.
- કન્યા
આજે ઉતાવળમાં વિચાર્યા વગર કોઇ કામ કરશો નહીં. થોડું ધ્યાન રાખશો તો કામમાં સફળતા ચોક્કસ મળશે. વિરોધીઓ પર વિજય મેળવી શકશો. પાડોશીઓ અને સહોદરો સાથે આપના સંબંધો વધુ ગાઢ બનશે. આપને નાણાંકીય ફાયદો થઇ શકે. પ્રિયજનની નિકટતા માણી શકશો. લોકોમાં આપ આદરણીય બનશો.માનસિક પ્રફુલ્લિતતા અનુભવી શકશો.
- તુલા