મીન:આનંદ ઉત્સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની સલાહ છે. પરિવાર સાથે મિષ્ટાન્ન ભોજનનો આનંદ મળશે. દાંપત્યજીવન આનંદમય રહેશે.
મેષ :આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્વસ્થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.
વૃષભ :આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્નેહીજનો, પરિવારના સભ્યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્માતથી બચવા વાહન ધીમે ચલાવજો.
મિથુન :આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્ત્રી સુખ ઉત્તમ મળે.
કર્ક :આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્ય સારું રહે.
સિંહ :આજનો દિવસ થોડો તકલીફવાળો કહી શકાય. ખાસ કરીને કામના ભારણને અનુલક્ષીને આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. ખાનપાનમાં ધ્યાન રાખવું પડશે. મનમાં નકારાત્મકતાને ન આવવા દેશો અને શક્ય હોય ત્યાં સુધી પરિવારજનો સાથે વધુ વિનમ્રતા રાખવી પડશે. ચિંતા ઓછી કરી આગળ વધવા માટે પ્રભુનુ નામ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ માર્ગ છે.
કન્યા :આજનો દિવસ આપના માટે અનુકૂળ જણાઇ રહ્યો છે. પ્રિયજન સાથેની નિકટતા આપને આનંદિત કરશે. આપના લગ્નજીવનમાં વધુ આત્મીયતા અનુભવશો. આપ વિજાતીય પાત્રો સાથે સમય ગાળવાનું પસંદ કરશો. સમાજમાં અને લોકોમાં આપના માન-પાન વધશે. ભાગીદારો સાથેની સંવાદિતામાં પણ વધારો થશે. આપ ખૂબજ સરસ પોશાકો, ઘરેણાં અને ભોજન માણી શકશો તેમ જ નવું વાહન પણ ખરીદી શકશો.
તુલા :આપના ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સારા પ્રસંગો બનશે. કામમાં સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મેળવી શકશો. આપનું આરોગ્ય સારું રહેશે. આપ જરૂર લાગશે ત્યાં જ ખર્ચ કરશો. નોકરીમાં આપની પ્રગતિ થશે અને આપ સફળતા પણ મેળવશો. આપને મોસાળમાંથી સમાચાર મળશે. નાણાંકીય લાભ થઇ શકે છે. સાથે અને હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર મેળવી શકશો.
વૃશ્ચિક :આપનું સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે. બાળકોને લગતી બાબતોમાં આજે વધુ સમય આપવો પડશે. આજે વધુ પડતી યશપ્રાપ્તિની ઝંખના છોડીને તમારી યથાસ્થિતિ જાળવવામાં તેમજ પોતાના કાર્યોનો નિવેડો લાવવામાં વધુ વ્યસ્ત રહેવાની સલાહ છે. આજે શેર-સટ્ટાના કામમાં ન પડવું જોઇએ. શક્ય હોય તો યાત્રા-પ્રવાસ ટાળવો જોઇએ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફળતા મેળવી શકશે. આપની નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પડશે.
ધન :આપને શારિરીક રીતે થોડા થાકેલા રહેશો માટે જો રોજિંદા કાર્યોમાંથી વિરામ લઇને આરામ કરો અથવા પોતાના મોજશોખને લગતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો તો પુનરુર્જિત થઈ શકશો. તેનાથી માનસિક રીતે પણ પ્રફુલ્લિતા વધશે. ઘરનું વાતાવરણ આનંદિત રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. લોકોની વચ્ચે શક્ય હોય એટલી સહકારની ભાવના રાખવી જેથી તેમના તરફથી આદર અને માન મળી શકે. ઊંઘ વધુ લેવાની અને ભોજન સમયસર લેવાની સલાહ છે. મહત્વના દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી.
મકર :રોજના કામકાજ માટે પરિસ્થિતિ અનુકૂળ બનતા આપ માટે સરળતા થઇ જશે. પારિવારિક જીવનની સમસ્યાઓનો ઉકેલ મળશે. મિલકત અને સંપત્તિને લગતા પ્રશ્નોનું સમાધાન મળશે. આપને વેપારમાં નાણાંકીય લાભ થઇ શકે છે. સહોદરોનો સાથ સહકાર મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. આપ પ્રિયજનને મળી શકશો. પ્રતિસ્પર્ધીઓ સામે આપ જીત મેળવશો. નવું કામ શરૂ કરવા માટે દિવસ સારો છે.
કુંભ :જો આજે વાણી પર અંકુશ રાખશો તો ઘણી ઉપાધિઓને નિવારી શકશો. વધારે પડતી ચર્ચાઓ કે દલીલોમાં પડશો નહીં. ખોટા ખર્ચા ટાળવાની સલાહ છે. આપને કામમાં જોઇએ તેવી સફળતા મેળવવા માટે પરિશ્રમ વધારવો પડશે અને બીજાના સહકારની પણ જરૂર પડશે. ગજા બહારનું કામનું ભારણ લેવાનું ટાળજો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય કહી શકાય. નાણાંકીય બાબતોમાં શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી.