મેષ:આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો તો આપના વાણી અને વર્તનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે છે અથવા બીજાના કારણે તમારી લાગણી દુભાઈ શકે છે. આવી સ્થિતિમાં ધૈર્યવાન અને વ્યવહારુ બનવાની સલાહ છે. માતાની વધુ સેવા કરવાની તેમજ તેમની સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. લાગણીશીલ બનવાથી પરિવારની બાબતોમાં તમારા હઠાગ્રહના કારણેો ક્યારેક સ્વાભિમાન ઘવાતાં મનમાં ગ્લાનિ અનુભવશો. આવી સ્થિતિ ટાળવા માટે સમાધાનકારી વળણ રાખવું. ભોજન અને ઊંઘ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. મનની અશાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્ઠ ઉપાય રહેશે. સ્થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.
વૃષભઃચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે પર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો પર ધ્યાન આપશો. આપનો સમગ્ર દિવસ ખુશીમાં પસાર થાય.
મિથુનઃથોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્યવસાયના સ્થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.
કર્કઃમિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોના સંગાથમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્યજીવનમાં પત્ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.
સિંહઃઆજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આપ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્યાન આપવું. વાણી તથા વર્તનમાં જેટલી સ્પષ્ટતા અને પારદર્શકતા હશે એટલા તમે ફાયદામાં રહેશો. વિદેશથી સમાચાર મળે.
કન્યાઃઘર, પરિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આપના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ પર્યટન થાય તો દાંપત્યજીવનમાં પણ આપ વધુ ઘનિષ્ઠતા કેળવી શકશો. સ્ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે. ધનપ્રાપ્તિ માટે પણ શુભ સમય છે. વેપારની ઉઘરાણી અર્થે પ્રવાસ થાય. અપરિણિતા માટે જીવનસાથીની તલાશમાં સફળતા મળે.