મેષઃ આજનો દિવસ શાંતિ અને ધીરજથી પસાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્ય બગડી શકે છે માટે સાચવજો. સ્વજનો સાથે ઓછો સમય ફાળવી શકશો માટે મનોમન થોડી નિરાશા અથવા તેમના સંબંધિત કોઈ ચિંતા રહેવાની શક્યતા છે. બીજાની બાબતોમાં વધુ રસ લેવાના બદલે પોતાનું પલ્લું ઠીક રહે તેના પર ધ્યાન આપવું. માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે મેડિટેશન કરી શકો છો. ધાર્મિક અને સાંસારિક કાર્યો પાછળ વધારે ધન ખર્ચ થશે. આજે ખોટી જગ્યાએ મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃષભઃ પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ થાય.
મિથુનઃ શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉપરીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્સાહિત થશો. બઢતીના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહેશે.
કર્કઃઆજના દિવસે આપ ધર્મ ધ્યાન, દેવદર્શનમાં વધારે સમય આપશો. કોઇ તીર્થસ્થળે જવાનો પ્રસંગ ઉભો થાય. શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. ભાગ્યવૃદ્ધિની તક મળશે. પરિવારમાં ભાઇ બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો સર્જાય. નોકરિયાતોને નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.
સિંહઃ આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્ટદેવનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.
કન્યાઃ આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.