મેષ :આજે આપ નિર્ધારીત કાર્યો સુપેરે પાર પાડી શકશો, પરંતુ આપ જે પ્રયત્નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને માટે બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્સા પર કાબૂ રાખવો પડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્થળે કે ઘરમાં કોઈની સાથે તણાવ ના આવે તેવા પ્રયાસો કરવા.
વૃષભ :આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.
મિથુન :આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજનની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.
કર્ક :આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.
સિંહ :વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્વસ્થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્યકાર્ય થાય. આધ્યાત્િમક વલણ વધે.
કન્યા :આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.