મેષ :આજે આપને ગુસ્સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.
વૃષભ:કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.
મિથુન:આપનો આજનો દિવસ ખૂબ આનંદપ્રમોદ અને મોજશોખમાં પસાર થશે. આજે આપ તનમનથી તાજગી અનુભવશો. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને. મિષ્ટાન્નયુક્ત શ્રેષ્ઠ ભોજનનો આસ્વાદ માણો. નવા વસ્ત્રોની ખરીદી કરો. વાહનસુખનો યોગ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. આપનું જાહેરમાં સન્માન થાય તેમજ આપની લોકપ્રિયતા વધે. દાંપત્યસુખથી સંતુષ્ટ રહો.
કર્ક:આજે આપને સફળતા અને આનંદની પ્રાપ્તિ થશે. ઘરનું વાતાવરણ સુખશાંતિવાળું હશે. નોકરીમાં ફાયદો થઇ શકે. આપના વિરોધીઓના હાથ હેઠા પડશે.આપના કામની કદર થશે. સ્ત્રી મિત્રો સાથે આનંદની પળો માણી શકશો. આપને સાથે કામ કરતા તેમ જ આપના હાથ નીચે કામ કરતા લોકોની સહાય મળી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ:આપનો આજનો દિવસ સર્જનાત્મક પ્રવૃત્તિ અને કલાસાહિત્ય અંગેની પ્રવૃત્તિઓમાં વીતશે. વિદ્યાર્થીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ અભ્યાસમાં કરી શકશે. પ્રિયપાત્ર સાથે મિલન- મુલાકાત થાય. સ્ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. શરીર સ્વાસ્થ્ય સારું રહે. ગુસ્સાની લાગણી પર કાબૂ રાખવો. મનની એકાગ્રતા સાધી શકાશે.
કન્યા:આજે આપે જીવનની કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની સલાહ છે. મન પર ચિંતાનો બોજ લાવવાના બદલે મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને કામનું ભારણ ટાળવા માટે કામની વહેંચણી કરી શકો છો. કુટુંબીજનો સાથે ખટરાગ ના થાય તે માટે તેમની સાથે સૌમ્યતાથી વાત કરવી. માતાની તબિયતની વધુ કાળજી લેશો તો તમારી વચ્ચે હજુ પણ આત્મીયતા વધશે. વિદ્યાભ્યાસ માટે મહેનત માંગી લે તેવો સમય છે. સ્થાવર મિલકત, વાહન ને લગતી સમસ્યાઓ સર્જાય. ધનખર્ચ થાય.