ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ

By

Published : Sep 21, 2020, 6:52 AM IST

મેષ :આજે દિવસના ભાગમાં આપનો સમય સગાં સ્‍નેહીઓ અને મિત્રો સાથે આનંદ પ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રો અને પ્રેમીજનો સાથે સારી પળો માણશો. નવા કપડાં કે આભૂષણોની ખરીદી કરશો. જાહેર માન- સન્‍માન મળે. પરંતુ બપોર પછી આપે દરેક રીતે સંયમિત વલણ રાખવું પડશે. નવા સંબંધો બાંધતા પહેલાં વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ ખર્ચ થાય. હિતશત્રુઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તીનું ધ્યાન રાખવું. વાણી અને વર્તન પર અંકુશ રાખવો.


વૃષભ :આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. આર્થિક લાભ મળે. હરિફો મ્‍હાત થાય. બપોર પછી આપ મનોરંજનની દુનિયામાં સફર કરતા હશો. વિજાતીય પાત્રોનો સંગાથ મળે. મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને હર્ષ‍િત કરશે. નવા વસ્‍ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. જાહેર માન- સન્‍માન મળે.

મિથુન :આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવી. બૌદ્ધિક ચર્ચાઓ કે વાટાઘાટો કરવી આજે હિતાવહ નથી. સંતાનોની બાબતોમાં આજે ઘણો સમય ખર્ચાઈ જવાની શક્યતા છે. પરંતુ મધ્‍યાહન પછી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આપ માનસિક રીતે થોડી હળવાશ અનુભવશો. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સુધરે. નોકરીમાં સહકાર્યકરોનો પૂરતા સાથ સહકાર મળશે. આર્થિક લાભ થાય. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય.

કર્ક :આપને શારીરિક અને માનસિક બેચેની રહેવાની શક્યતા હોવાથી આજે વાણી પર સંયમ રાખવો અને શક્ય હોય ત્યાં સુધી શરૂઆતથી જ તમારું મન પ્રફુલ્લિત રહે તેવા કાર્યોમાં ભાગ લેવો. શક્ય હોય તો મુસાફરી ટાળવી. જમીન વાહન મિલકત અંગની કાર્યવાહી આજે સ્‍થગિત રાખવી હિતાવહ છે. માતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વધુ ધ્યાન આપવું પડશે. શારીરિક સ્‍ફૂર્તિ વધશે. વિચારોથી વિચલિત ન થવાની સલાહ આપવામાં આવે છે. બપોર બાદ શરીરના તાજગી સ્‍ફૂર્તિ અનુભવશો. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નવા કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે.


સિંહ :આજે આપને ધાર્મિક યાત્રા થવાનો સંકેત મળે છે. નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. દરિયાપારના દેશોથી સમાચાર પ્રાપ્‍ત થાય. રોકાણકારો માટે આ સમય લાભદાયક પુરવાર થાય. મધ્‍યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. મનમાં વધુ પડતા વિચારો કરવાના બદલે શાંતિ અને સ્થિરતા આવે તેવો પ્રયાસ કરવો. જળાશયોથી ચેતતા રહેવું. મિલકતના દસ્‍તાવેજ કરવા માટે આજે દિવસ અનુકૂળ નથી. માતાની તબિયતની વધુ સંભાળ લેવાની સલાહ છે.


કન્યા :આજે આપનું મન કોઇ ચોક્કસ નિર્ણય ન લઇ શકવાને કારણે નવા કાર્યની શરૂઆત કરવી યોગ્‍ય નથી. કોઇ જોડે મનદુ:ખનો પ્રસંગ ન સર્જાય તે માટે આજે મૌન જાળવવું વધારે ઉચિત રહેશે. તન- મનની સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે પરંતુ બપોર પછી આપને પરિસ્થિતિ પલટાતાં જણાય. ઘરમાં મહત્‍વના નિર્ણયો લેશો. મુસાફરી માટે આયોજન કરશો. મૂડીરોકાણ આજે કરવું હિતાવહ છે. ભાગ્‍યવૃદ્ધિનો દિવસ છે.


તુલા :વૈચારિક દૃઢતા અને સમતોલ વિચારસરણી સાથે આપનો આજનો દિવસ શરૂ થશે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. નવા વસ્‍ત્રો આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. પરંતુ મધ્યાહન બાદ આપની માનસિક સ્થિતિ અનિર્ણાયકતામાં અટવાયા કરશે. પરિવારજનો સાથે મતભેદ નિવારવો. આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું. આજે આપે અહમ રાખ્‍યા વગર અન્‍ય લોકો સાથે બાંધછોડ કરવી પડશે.


વૃશ્ચિક :આધ્યાત્મિકતા અને ઇશ્વરભક્તિથી આજે આપ મનને શાંત રાખી શકશો. આપના મનમાં ઉઠતા નકારાત્‍મક વિચારોને આપે કાબુમાં રાખવો પડશે. કોર્ટકચેરીના કામકાજમાં સંભાળીને પગલું ભરવું. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડશે. બપોર બાદ આપના આર્થિક આયોજનો પાર પાડતા લાગે. શારીરિક- માનસિક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતા જશો. આપનો વિશ્વાસ વધતો જણાશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થશે.


ધન :દિવસને આપને આવકમાં વૃદ્ધિ અને લાભ સૂચવી જાય છે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય. આપની માન- પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ થાય. વેપારમાં લાભ થાય. સ્‍ત્રી મિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આપને આનંદિત કરશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. મધ્‍યાહન પછી પરિવારના દરેક સભ્યો સાથે શાંતિથી વર્તવાની સલાહ છે. અકસ્‍માતથી બચવા માટે શાંતિથી વાહન ચલાવવું અને બિનજરૂરી ઉતાવળ ટાળવી. શરીર સ્‍વાસ્‍થ્‍યની સંભાળ લેવાની પણ સલાહ છે. આવક કરતાં ખર્ચ વધશે. બોલવા પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે.


મકર :જમીન મકાનના દસ્‍તાવેજો કરવા માટે આજે સારો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્‍યવસાયમાં આપને સફળતા મળશે. તથા ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્‍સાહન મળશે. બઢતીના યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો અને વિશેષ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. સફળતા મળે. લગ્‍નોત્‍સુકના લગ્‍ન ગોઠવાય.


કુંભ :આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સંભાળીને ચાલવા જેવો છે. ઉપરી અધિકારીઓથી આજે અંતર રાખવું હિતાવહ છે. સંતાનોના આરોગ્‍ય વિશે ચિંતા ઉદભવે. લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરશો. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થાય. મધ્‍યાહન બાદ નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ રહેશે. કુટુંબજીવન અને ગૃહસ્‍થજીવનમાં ખુશાલી વ્‍યાપશે. નોકરીમાં અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે. વ્‍યવસાય ક્ષેત્રે સારો સફળ દિવસ છે.

મીન :આજે કોઇ સાથે ઝઘડો કે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. સ્વભાવમાં શાંતિ અને ધીરજ રાખવી. ગૂઢ વિદ્યા તરફ આકર્ષણ અનુભવો. રહસ્‍યમય બાબતોમાં આપને રસ પડે. ચિન્‍તનશક્તિ આપને મનની શાંતિ આપશે. બપોર પછીનો સમય થોડીક અનુકૂળતા દર્શાવે છે. બૌદ્ધિક કે લેખનકાર્યમાં આપ સક્રિય રહેશો. વિદેશથી સગાં- સ્‍નેહીના સમાચાર મળે. નોકરીમાં સંભાળીને રહેવું. ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો. તબિયત સાચવવી.

ABOUT THE AUTHOR

...view details