મેષ:આજે આપ સાંસારિક બાબતોને એક બાજુ રાખીને આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમ જ મનન- ચિંતન આપના મનને હળવું કરશે. આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે સમય ઘણો સારો છે. આપે આપની વાણી પર સંયમ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું કશું જ નહી બગાડી શકે. નવા કામનો આરંભ કરવા સમય ઉચિત નથી.
વૃષભ:આપ આપનું લગ્નજીવન માણી શકશો તેમ જ પરિવાર સાથે કોઇ સામાજિક પ્રસંગે અથવા ટૂંકા પ્રવાસે જવાનું થશે જ્યાં આપ આનંદ અનુભવશો. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી શકશો. વિદેશમાં આપના કોઇ સ્નેહીઓ રહેતા હોય તો તેમના સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. વેપારીઓ માટે લાભદાયી સમય છે.સમાજ અને લોકોમાં આપ માન-પાન મેળવી શકશો.
મિથુન:બાકી રહેલા કામ પૂરા કરવા માટે સમય સારો છે. આપના પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હશે. આપના કામમાં આપ યશ પ્રતિષ્ઠા મેળવી શકશો. લોકો સાથેના સંપર્ક દરમિયાન સ્વભાવને શાંત રાખવો જરૂરી છે, બોલવામાં સંયમ રાખશો તો મનદુઃખને ટાળી શકશો. નાણાંકીય લાભ મેળવી શકશો. વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નોકરી કરતા લોકો લાભ મેળવી શકશે.
કર્ક:આજે આપે શાંતિથી દિવસ પસાર કરી લેવો. આજે શરીર અને મનમાં અજંપો ટાળવા માટે કામકાજમાંથી વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લેવાની અથવા પિકનિક પર જવાની સલાહ આપવામાં આવે છે. આપને પેટને લગતી તકલીફો હોય તો ભોજન પર અંકુશ રાખવો. અચાનક ધનખર્ચની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીઓ વચ્ચે મુલાકાતના પ્રસંગો ઘટી શકે છે. વિજાતીય પાત્ર તરફ આપ વધુ આકર્ષિત થશો પરંતુ આગળ વધતા પહેલાં આપે ધ્યાન રાખવું પડશે. આજે આપ નવું કામ શરૂ કરો અને પ્રવાસ મુલતવી રાખો તે સલાહભર્યુ છે.
સિંહ:આપના મન પર નકારાત્મક વિચારો હાવિ ના થાય તે માટે મનોરંજન પર ધ્યાન આપવું. મન સ્વસ્થ રાખવા માટે આપ્તજનો સાથે સમય વિતાવવો. તેનાથી. ઘરમાં સુમેળ પણ વધશે. માતા વૈચારિક મતભેદ હોય તો શાંતિથી ચર્ચા કરીને ઉકેલી શકો છો. આજે મકાન-મિલ્કત કે જમીન અંગેના દસ્તાવેજો કરવામાં સાવચેત રહેવું પડશે. પાણીથી દૂર રહેવું. આપ લાગણીઓના વહેણમાં તણાઇ ન જાવ તેનું ધ્યાન રાખજો.
કન્યા:આજના દિવસે આપ તન- મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આપને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આપને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.