મેષ :આપે ગુસ્સા અને જીદને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. શરીર અને મનમાં ઉચાટ અને બેચેની ટાળવા માટે મનપસંદ પ્રવૃત્તિઓ કરવી અને દરેકની સાથે સહકારની ભાવના રાખવી. આપ મહેનત વધારે કરશો પણ જો તે અનુસાર સફળતા ના મળે તો નિરાશ થવું નહીં કારણ કે નજીકના ભવિષ્યમાં તેનો લાભ તો મળશે જ. સંતાનો સંબંધિત કામકાજોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પેટને લગતી સમસ્યાઓ સતાવે. પ્રવાસમાં વિલંબ થઈ શકે છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકશે.
વૃષભ :આપે આપનું દરેક કામ દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસ સાથે કરવું પડશે અને આપ તેમાં પણ સફળતા મેળવી શકશો. આપ પિતા તરફથી સંપત્તિ મેળવી શકશો. સરકારી કામકાજ અથવા આર્થિક વ્યવહારમાં લાભ થઇ શકે. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે. કલાકારો અને ખેલાડીઓ સારી રીતે પોતાની કુશળતા બતાવી શકશે. સંતાનો પાછળ ખર્ચ થવાની શક્યતા છે.
મિથુન :નવા આયોજનો પર કામ શરૂ કરવા માટે સમય સારો છે. વેપારીઓને લાભ થશે અને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તેમ સરકાર તરફથી સારો બદલો મળવાની શક્યતા છે. મિત્રો, પાડોશીઓ અને સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. ભાગ્યવૃદ્ધિના યોગ છે. ટૂંકો પ્રવાસ પણ થઇ શકશે.
કર્ક :મનમાં ઉદભવતા નકારાત્મક વિચારો જો કાઢી નાખશો તો આજના દિવસમાં તમે ઘણી સમસ્યાઓ ઉભી થતા પહેલા જ નિવારી શકશો. આંખમાં થોડી પીડાની શક્યતા રહે. કુટુંબમાં લોકો સાથે કોઈપણ ચર્ચામાં પોતાની વાત સાચી ઠેરવવાની ઝંખના રાખવી નહીં. કામમાં સંતોષ તો મળે પરંતુ તેનાથી મળતા પરિણામમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે. નાણાંનો ખર્ચ થાય. આજે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ આપનું મન દોરવાઈ શકે તેમ હોવાથી સાચવજો. વિદ્યાર્થીઓને ધારી સફળતા મળશે.
સિંહ :આજે આપનો આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધુ દૃઢતા જોવા મળશે. વડીલો અને પિતા તરફથી મદદ મેળવી શકશો. જાહેરમાં પ્રતિષ્ઠા વધશે. ગુસ્સામાં વધારો થશે પણ તેના પર આપે અંકુશ રાખવો જોઇએ. માથાની પીડા, પેટની તકલીફો રહ્યા કરે. લગ્નજીવનમાં શાંતિ જળવાશે.
કન્યા :આજે આપના ઘમંડી વલણને કારણે કોઇની સાથે મનદુઃખ થવાની શક્યતા છે માટે વાણી, વર્તન, કમ્યુનિકેશનમાં વિનમ્રતા રાખવી. આપના શરીર અને મનમાં રહેલી ચિંતા ટાળવા માટે શાંતિ અને ધીરજ જાળવજો. મગજ ગરમ રહેતું હોય તો આજના દિવસમાં કંઈપણ નવું કામ કરવાના બદલે યથાસ્થિતિ જાળવવાનો આગ્રહ રાખજો. મિત્રો અને પરિવારજનો સાથે સંબંધોમાં તનાવ ટાળવા માટે તેમને વધુ સમય આપવો. અચાનક નાણાંકીય ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં. ધાર્મિક કાર્યોમાં રસ લેશો. કાનૂની બાબતો તેમ જ સરકારી અધિકારીઓથી સંભાળવું પડશે.