મેષઃ આજે આપનું મન વિચારોના વંટોળથી ઘેરાયેલું રહેવાથી ઘણી વખત મોટો નિર્ણય લેવામાં પાછા પડશો જેથી મનોમન થોડી ઉદાસી આવી શકે છે. આવી સ્થિતિમાં વધારે પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા છોડીને વ્યવહારુ બનવાની સલાહ છે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. સ્વજન સ્નેહીઓ સાથે મનદુ:ખ થાય તેવા કોઈપણ પ્રસંગોથી અથવા વર્તનથી દૂર રહેવું. આપના માન અને કિર્તીમાં વધારો થાય તેવી વધુ પડતી આશા રાખવી નહીં. નવા કામના પ્રારંભમાં સાવચેતીપૂર્વક આગળ વધજો. જીવનસાથીની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. સ્ત્રીમિત્રોથી નુકસાન થઈ શકે છે.
વૃષભઃ આર્થિક આયોજનો શરૂઆતના થોડા અવરોધો બાદ પાર પડતાં લાગે. મિત્રો શુભેચ્છકોના મિલનથી આપને આનંદ થાય. વ્યવસાય ક્ષેત્રે સહકારભર્યું વાતાવરણ રહે. શારીરિક- માનસિક તંદુરસ્તી જળવાયેલી રહે. દોસ્તો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. રોકાણકારોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું. નવા કાર્યોની શરૂઆત કરી શકો.
મિથુનઃ આપની આજના દિવસની શરૂઆત તન- મનથી સ્વસ્થતા સાથે થશે. મિત્રો અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. વધારે ખર્ચ ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. આર્થિક લાભ થાય. પરંતુ બપોર પછી નાણાકીય આયોજનો પહેલાં ખોરવાતાં અને પછી પાર પાડતા લાગે. મૂડીરોકાણ સંભાળીને કરવું. સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો.
કર્કઃઆજે આપની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં સ્પષ્ટતા અને સૌમ્યતા રાખવી. કોઇ સાથે ગેરસમજ થઈ હોય તો અત્યારે શાંતિથી ચર્ચા કરીને તેનો ઉકેલ લાવી શકો છો. બપોર પછીથી આપની સમસ્યાના બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાતમક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.
સિંહઃ આજે સવારનો સમય ખૂબ સારી રીતે પસાર થશે. કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય અથવા ધનલાભ થવાના સમાચાર મળે પરંતુ બપોર પછી આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાન સંભવ છે. અકસ્માતનો યોગ છે. માનસિક ચિંતા રહે. પરિવારજનો તેમજ પુત્ર સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. શરીર બગડે.
કન્યાઃ આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળભર્યો હશે. પરિવારના સભ્યો સાથે આપને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્વજનો પાસેથી ભેટ ઉપહાર મળે. નોકરી ધંધાના સ્થળે આપના કામને બિરદાવશે. જેથી આપ ખુશ હશો. બપોર પછી આવક વૃદ્ધિનો યોગ છે. આપ કોઇ રમણીય સ્થળની મુલાકાત લેશો. ઉંમરલાયક યુવક- યુવતીઓ જીવનસાથીની શોધમાં સફળ રહેશે. મિત્રો દ્વારા લાભ થાય.
તુલાઃ આજે શરૂઆતના ભાગમાં આપનું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે પરંતુ જેમ સમય પસાર થશે તેમ તમારી વૈચારિક સકારાત્મકતા વધશે અને સંજોગો તમારી તરફેણમાં આવતા હોય તેવું લાગશે. શરીરમાંથી થાક અને આળસ દૂર ફેંકીને ઉત્સાહ દાખવશો તો સ્થિતિ વધુને વધુ સારી હોવાનો અહેસાસ થશે. ઉપરી અધિકારીઓ સાથે કામ પુરતી વાત કરવી. સંતાનોને તમારી વાત સરળ રીતે અને તેમને પસંદ હોય તેવી શૈલીમાં સમજાવવી. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના માટે લાભકારક રહેશે. આપની બઢતીના યોગે નોકરી વ્યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરશો. દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ થશે. આરોગ્ય સારું રહેશે.
વૃશ્ચિકઃ આજે આપ આધ્યાત્મિકતા અને ઇશ્વરની પ્રાર્થનાથી અનિષ્ટ બાબતોમાંથી રાહત મેળવી શકશો. આજના દિવસે આપ તનમનથી સ્વસ્થ રહેશો પરંતુ ક્યાંક કંઈક ખુટતું હોય તેવું મનમાં લાગ્યા કરે. બોલવા પર કાબૂ રાખવાથી અનેક સમસ્યાઓ અને ખટરાગ ટાળી શકશો. પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ ભોજનની અતિશયોક્તિ ટાળવી. વ્યવસાયમાં હરીફો સામે અડગ રહેવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચામાં વિલંબ થઈ શકે છે. નોકરીમાં વધુ મહેનતની અથવા નવી જવાબદારી સંભાળવાની તૈયારી રાખવી.
ધનઃ આજનો સમગ્ર દિવસ સુખ અને દુખની મિશ્રિત લાગણીઓ ધરાવતો હશે. સવારના સમય દરમ્યાન આપ મોજમજા મનોરંજનના ખોવાયેલા રહેશો. પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા હશે. તન- મનથી પણ સ્વસ્થ હશો. પરંતુ બપોર પછી આપના મનમાં નકારાત્મક વિચારોની લાગણી ઉદભવતા મન વ્યથિત બને માટે આવી સ્થિતિને ટાળવા અગાઉથી જ મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને ક્રોધની લાગણી દૂર રાખવી. કુટુંબીજનો તથા સહકાર્યકરો સાથે ખટરાગ ટાળવા માટે સહકારની ભાવના વધારવી. વધારે પડતાં ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે.
મકરઃ આજે આપને કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત દરમ્યાન ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ છે. સામાન્ય રીતે પરિવારમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ મળે. માન- સન્માન મળે, બપોર પછીનો સમય આપ દોસ્તો અને સ્વજનો સાથે ખૂબ કાળજીપૂર્વક પસાર કરો. વસ્ત્ર પરિધાન માટેનો અવસર પ્રાપ્ત થાય. વાહનસુખ મળે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદ આપશે. સુરૂચિપૂર્ણ ભોજનની પ્રાપ્તિ થાય. નાટક- સિનેમા અથવા તો કોઇ અન્ય મનોરંજનના સ્થળે આનંદ કરશો.
કુંભઃ આજે આપને કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્ન સતાવે પરંતુ બપોર બાદ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. અટકી પડેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ થાય. શરીર સ્વાસ્થ્ય સુધરશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. વાણી પર સંયમ રાખવો.
મીનઃ આજે આપને વધુ પડતાં લાગણીશીલ ન બનવાની સલાહ છે તથા સ્ત્રીવર્ગથી સાવચેત રહેવાની સલાહ છે. વધારે પડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. જમીન- જાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવા સલાહ આપવામાં આવે છે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્વસ્થતા લાગે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સારો દિવસ છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકૂળ નથી. કાયદા વિરોધી અથવા ખોટા કાર્યોથી અત્યારે દૂર રહેવું અને આવું કામ કરતા લોકોથી સાચવવું.