ગુજરાત

gujarat

By

Published : Dec 13, 2019, 8:04 AM IST

ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

મેષ: મનમાં સ્થિરતા અને નિર્ણાયકતાનો અભાવ હોવાથી આપ ઝડપથી કોઇ નિર્ણય નહીં લઇ શકો. આના પરિણામે અગત્યના કાર્યો મુલતવી રાખવા પડે. નોકરી ધંધામાં હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી. જો, થોડી વૈચારિક સ્થિરતા અને આત્મવિશ્વાસ કેળવશો તો, નવાં કાર્યની શરૂઆત કરવા પ્રેરાઓ. સમાન વિચારસરણી ધરાવતી વ્‍યક્તિઓ સાથે બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. નાનકડો પ્રવાસ થાય. સ્‍ત્રી વર્ગને બોલવા પર સંયમ રાખવાની સલાહ છે. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ છે.

વૃષભ: આજે આપે તમામ પ્રકારની દ્વિધાઓ બાજુ પર મૂકીને મનને એકાગ્ર અને સ્‍વસ્‍થ રાખવાની જરૂર છે, કારણ કે મનની અસ્થિરતાના કારણે આપ હાથમાં આવેલી સુવર્ણ તક ગુમાવી દો તેવી શક્યતા છે. આજે આપે જિદ અને મમત છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. ભાઇભાંડુઓ વચ્‍ચેના સંબંધો વધુ ઉષ્મા અને સહકારભર્યા બનશે. કલાકારો, લેખકો અને કારીગરો જેવા મૌલિક સર્જકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. આરોગ્‍ય સારું રહે.

મિથુન: તન- મનથી તાજગી અને પ્રફુલ્લિતતા અનુભવશો. ઘરમાં મિત્રો- સગાં સ્‍નેહીઓના આગમનથી ખુશાલીભર્યું વાતાવરણ રહે. ભાવતાં ભોજન મળવાના અને સુંદર વસ્‍ત્ર પરિધાનના યોગ છે. આર્થિક લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો- સગાં સંબંધીઓ તરફથી ભેટ- ઉપહાર મળે. દાંપત્‍યજીવનમાં સુખશાંતિ અને નિકટતા અનુભવાય. આપને નકારાત્‍મક વિચારો મન પર હાવિ ન થવા દેવાની સલાહ છે.

કર્ક: આજે આપનું મન અગાઉની તુલનાએ થોડુ અસ્‍વસ્‍થ અને બેચેન રહે. તેના માટે સૌથી વધુ વૈચારિક ગડમથલ જવાબદાર રહેશે માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અને તટસ્થ વલણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આપની નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી રહેશે. બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ સાથે ઝઘડો થવાની શક્યતા છે.તબિયત સાચવવાની સલાહ છે. ધનખર્ચની શક્યતા છે તથા સ્વમાનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ગેરસમજ અંગે ખુલાસો કરવાથી મન હળવું બનશે.

સિંહ: આપના વેપાર ધંધામાં આજે લાભ થશે અને આવક વધશે. સારું ભોજન ગ્રહણ કરશો અને મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રો આપને મદદરૂપ થઇ શકશે. પુત્રને મળવાનું થાય. વડીલો આપને સાથ આપશે. સારા પ્રસંગો યોજાય. સ્ત્રીઓ તરફથી સુખ અનુભવાશે. નવી વસ્તુ ખરીદવા માંગતા હોવ તો સમય યોગ્ય છે.

કન્યા: આજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.

તુલા: આપ નવું કામ શરૂ કરવા માટે પ્રયત્ન કરશો તેમ જણાઈ રહ્યું છે. બૌદ્ધિક તેમજ સાહિત્ય અને લેખનનું કામ કરી શકશો. કોઇ ધાર્મિક સ્થળે દર્શનાર્થે જઇ શકશો. વિદેશી મિત્રો કે સગા વ્હાલાઓના સમાચાર મળવવાથી ખુશી અનુભવશો. ઓફિસમાં સહકર્મચારીઓ પુરતો સહકાર ન આપે તેવી શક્યતા છે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આજે આપે કોઇની સાથે ચર્ચા કે દલીલમાં ન ઉતરવું જોઇએ.

વૃશ્ચિક: આપને પેટના દર્દો, દમ, ખાંસી કે શરદી જેવી તકલીફો થઇ શકે તેથી સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. શરીર અને મનની બેચેની ટાળવા માટે આપ્તજનો અથવા મિત્રો સાથે વધુ સમય વિતાવવો અને પોતાને આનંદ આવે તેવા કાર્યોમાં ભાગ લેવો. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર રહવા તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ખર્ચની તૈયારી રાખવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું હિતાવહ છે.

ધન: આપ આજે ખુશી, આનંદ અને શાંતિ મેળવી શકશો. સારા વસ્ત્રો, મિત્રો સાથે હરવા-ફરવાનું અને સ્વાદિષ્ટ ભોજન આપનો દિવસ આનંદમય બનાવશે. વિજાતીય લોકોથી આપ આકર્ષાશો અને તેમને મળીને રોમાંચ અનુભવશો. જાહેર જીવનમાં આપ પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સારું દાંપત્યસુખ પણ મળશે.

મકર: આપની તંદુરસ્તી આજે સારી રહેશે. આપ માન-સન્માન તેમજ આનંદ મેળવી શકશો. કુટુંબીજનો સાથે મોજમજામાં સમય ગાળશો. આજે વેપાર ધંધામાં સારી બરકત જોઇ શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. સાથે કામ કરનારા લોકો આપને ટેકો આપશે. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકશો. આપે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જોઇએ.

કુંભ: આપનો દિવસ મિશ્ર ફળદાયી નિવડશે. વિચારોની ઉથલ-પાથલને કારણે કોઇ મહત્વનો નિર્ણય ન લો તે વધુ યોગ્ય છે. પ્રવાસ કે યાત્રામાં વિઘ્ન આવી શકે. ઇચ્છિત કાર્યો પૂરા ન થતા આપ હતાશા અને બેચેની અનુભવશો. પેટની પીડા પરેશાન કરી શકે. સંતાનોના સ્વાસ્થ્ય કે અભ્યાસની બાબતોમાં તમારે વધુ સમય આપવો પડશે.

મીન: આજે આપનામાં તાજગી કે સ્ફૂર્તિનું સ્તર નીચું રહેશે તેમ જણાઈ રહ્યું છે. માતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે વધુ કાળજી લેવાની સલાહ છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલી વધુ વિનમ્રતા અને સહકારની ભાવનાથી રહેવું. મકાન અને વાહનના દસ્તાવેજ કરવામાં સાચવવુ પડે. સ્ત્રી તેમજ જળાશયોથી સાચવવું પડશે.

ABOUT THE AUTHOR

...view details