મેષઃ લાગણીનો અતિરેક આપના મનને આળું બનાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે એવા વર્તનથી પણ દૂર રહેજો જેમાં અજાણતા બીજાની લાગણી દુભાય. આજે તમે સંબંધોનું જેટલું વધારે સિંચન કરશો એટલો તમને ભવિષ્યમાં ફાયદો થશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જમવાની અને ઊંઘવાની ક્રિયામાં નિયમિતતા જળવાશે નહીં. સ્ત્રીઓ અને જળાશય આપના માટે જોખમકારક સાબિત થઈ શકે છે.આ સમય વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી છે. માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન પરોવો. મિલ્કત અંગે વધુ ચિંતા કરશો નહીં.
વૃષભઃ આપની ચિંતા ઓછી થતા આપ હળવાશ અનુભવશો. આપનું મન લાગણીઓથી ભરપૂર રહેશે. આપની સર્જનશીલતા અને કલ્પનાશક્તિમાં પણ વધારો થશે. કલા અને સાહિત્યમાં આપ આપની કુશળતા બતાવી શકશો. માતા તેમજ પરિવારના બધા જ સભ્યો સાથેની આપની નિકટતામાં વધારો થશે. ટૂંકા પ્રવાસ થઇ શકે. આપે આર્થિક બાબતો અંગે સાવચેત રહેવું પડશે. આપનો દિવસ આનંદમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે.
મિથુનઃ આપના નક્કી કરેલા કાર્યો છેવટે પૂર્ણ થતા હવે આપ ખુશી અનુભવી શકશો તેમ જણાઈ રહ્યું છે. આર્થિક યોજનાઓ પણ હવે સરળતાથી પાર પડી શકશે. વ્યવસાય કે નોકરીમાં સુમેળ રહેશે અને સહકર્મચારીઓની મદદ મળી રહેશે. આપ મિત્રો અને સ્નેહીઓને મળી ખુશી પ્રાપ્ત કરી શકશો. આપના પરિવારમાં પણ ખુશહાલ વાતાવરણ હશે.
કર્કઃ આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે આનંદમાં પસાર કરી શકશો, તેઓ આપને ભેટ સોગાદ આપી વધુ ખુશ કરશે. હરવા-ફરવાનાં અને સ્વાદિષ્ટ ભોજન માણવાનાં પણ યોગ છે. કોઇ સારા સમાચાર મેળવી શકશો. નાણાંકીય લાભ થાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બને. શરીર અને મનમાં સ્ફૂર્તિ તેમજ તાજગી અનુભવાશે તેમ જણાઈ રહ્યું છે.
સિંહઃઆજે કાનૂની બાબતોમાં ન પડવું હિતાવહ છે તેમ જણાઈ રહ્યું છે. આપ માનસિક ચિંતા અને બેચેનીનો અહેસાસ કરશો. આવી સ્થિતિમાં આધ્યાત્મિક વિચારો અને વિદ્વાન લોકો સાથે ચર્ચા અથવા માત્ર તેમનો સંગાથ કરવાથી પણ તમને સકારાત્મકતાનો અહેસાસ થશે. કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની સલાહ છે. પારિવારિક અને વ્યવાસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાની કળા શીખવી પડશે. સંયમિત વાણી અથવા મૌન આજે આપનું હથિયાર બની જશે. લાગણીનું પ્રમાણ વધુ રાખવાના બદલે તટસ્થ વલણ અપનાવીને કોઈપણ નિર્ણય લેવાની સલાહ છે. કોઇની સાથે ગેરસમજ હોય તો ચર્ચા દ્વારા દૂર કરી શકો છો.
કન્યાઃઆપ અનેક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સ્ત્રી મિત્રોથી ફાયદો થશે. મિત્રો અને વડીલો સાથે આપનો સમય ખુશીમાં પસાર થશે. આપ ફરવા જવાનું વિચારી શકો. સંતાન અને પત્ની તરફથી પણ ખુશી મળે. આપને લગ્નજીવન સુખસંતોષમય રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. પ્રિયપાત્રને મળવાનું થઇ શકે.