મેષ :આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. કોઇ વ્યક્તિનું વર્તન આપની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે માટે વર્તન અને વિચારશૈલીમાં વ્યવહારુ બનવાની સલાહ છે. આપને શરીર અને મનમાં અસ્વસ્થતા અને અજંપો લાગે તો અત્યારે કામકાજથી વિરામ લઈને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્ય માટે તેમની સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવજો અને તેમની સેવા કરજો. વાહન ચલાવવામાં અવિચારી ઉતાવળ ટાળવી.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે.
વૃષભ :આપની ચિંતાઓ ઓછી થશે અને તેના કારણે સ્ફૂર્તિ તેમજ ઉત્સાહ ઓછો જણાશે. આપ વધુ લાગણીશીલ અને કલ્પનાશીલ બનશો. આપની કલા અને સર્જનશક્તિને બહાર લાવવા માટે સમય ઘણો અનુકૂળ છે. આપના કુટુંબીજનો પર આપનું ધ્યાન વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવાનું આયોજન કરી શકશો. આપના નાણાકીય આયોજનો પાર પડશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપનું નસીબ પણ આપને સાથ આપશે.
મિથુન :આપનું નિર્ધારિત કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થશે,તેમ જણાઈ રહ્યું છે. નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પાડી શકશો. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે દિવસ મધ્યમ રહેશે. મિત્રો અને પ્રિયજનોને મળીને ખુશી અનુભવાશે. ધંધા માટે સમય અનુકૂળ છે. આપની આવકમાં વધારો થશે.
કર્ક :આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપનો આજનો દિવસ મિત્રો અને સ્નેહીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. આપ વધારે પડતા લાગણીશીલ બની જશો. આપનું લગ્નજીવન સારું રહેશે અને જીવનસાથી સાથેનું જોડાણ વધારે ગાઢ બનશે. આપને પ્રવાસ પર જવાનું થઇ શકે અને નાણાંકીય લાભ થવાના પણ યોગ છે.
સિંહ :આપનું સ્વાસ્થ્ય આજના દિવસમાં થોડું સંભાળવાની જરૂર છે. ખાસ કરીને બિનજરૂરી વિચારો અને નાહકની ચિંતાના કારણે બગડે તેવી શક્યતા છે. સ્વભાવની ઉગ્રતા અને ચર્ચાઓ ટાળવા જેથી કોઈની સાથે સંઘર્ષની નોબત ના આવે. કાયદાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે. વધુ પડતા લાગણીશીલ બનીને આપ કોઇ ઉતાવળું પગલું ન ભરી બેસો તેનું ધ્યાન રાખવું પડશે. આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે.
કન્યા :આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આજે આપને ઘણાં લાભ મળશે. વેપાર અને નોકરી કરતા લોકોને નાણાંકીય લાભ થઇ શકે. ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે તેથી આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લગ્ન કરવા માંગતા હોય તેમના માટે સમય અનુકૂળ બનશે. સ્ત્રી મિત્રોથી ફાયદો થવાની શક્યતા છે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનુ થઇ શકે. આપ દાંપત્યજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો.