ગુજરાત

gujarat

By

Published : Aug 6, 2020, 7:31 AM IST

ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનું રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર આપના માટે કેવો રહેશે તેમજ આપની સાથે શું શું શુભ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Rashifal
Rashifal

મીનઃ આજે આપના મનમાં એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાના બદલે શક્ય હોય એટલું મન શાંત રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોને ઓછો સમય આપી શકશો. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે પડશે.

મેષઃઆજે આપ સમાજ અને મિત્રો તેમજ તેમની સાથે સંકળાયેલા કામમાં વ્યસ્ત રહેશો. તેમાં રૂપિયાનો ખર્ચ પણ થઇ શકે છે. પણ આપને અચાનક નાણાંનો લાભ થતા આપ ખુશ થઇ જશો. સરકારી કામકાજ સારી રીતે પાર પડશે. આપ જેમને માન આપતા હોવ તેવી વ્યક્તિઓને મળવાનું થાય. સંતાનો તરફથી સારા સમાચાર આવશે. લગ્નવાંછુઓ લગ્નગ્રંથિથી જોડાય અથવા તે દિશામાં નોંધપાત્ર પ્રગતિ તેવી શક્યતા છે.

વૃષભઃ આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુનઃઆજે આપને થોડી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આપ થાક અને સુસ્તી ટાળવા માટે કામથી વિરામ લઇને આપ્તજનો સાથે ઉત્તમ સમય વિતાવવાનું આયોજન કરી શકો છો. આપના મન ચિંતાનું સ્તર નીચું લાવવા માટે વધુ પડતા વિચારો કરવાનું ટાળીને વ્યવહારુ અભિગમ અપનાવવો. ઓફિસમાં સાથી કર્મચારીઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કે ચર્ચા ટાળવી. વિરોધીઓથી પણ બચીને રહેજો.

કર્કઃઉગ્રતા અને નકારાત્મકતા દૂર કરીને શાંત ચિત્ત રાખીને વ્યવહારુ અભિગમ સાથે કામ કરવાની સલાહ છે. આમ કરવાથી આપ મન પર કાબુ રાખી શકશો અને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા રહેશે. ખાનપાનમાં અતિશયોક્તિ ટાળવાથી સ્વાસ્થ્ય સુખાકારી ભોગવી શકશો. પરિવારમાં થોડી શાંતિ અને સુલેહ સ્થપાઇ રહે તે માટે તમારે વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવી પડશે. ખર્ચ વધતા નાણાંકીય કટોકટી વધવાની શક્યતા છે. નવા સંબંધો શક્ય હોય ત્યાં સુધી શરૂ ના કરવામાં મજા છે. આજે આપે કોઇ કાર્ય આરંભ ન કરવું જોઇએ.

સિંહઃ આજના દિવસે આપ મનોરંજનમાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યાઃપરિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂપ થાય વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ હેઠા પડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

તુલાઃ આજે આપ આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.

વૃશ્ચિકઃઆપને શરીર અને મનમાં અજંપો ટાળવાની સલાહ છે. તેના માટે તમે પોતાની રુચિના કાર્યો કરી શકો છો અથવા ધાર્મિક અને સેવાકીય બાબતોમાં પણ ભાગ લઈ શકો છો. સગાં સ્નેહીઓ સાથે સંઘર્ષ ટાળીને સહકારની ભાવના વધારવી પડશે. આપને નાણાંકીય ખેંચ ના આવે તે માટે અગાઉથી આવક અને ખર્ચનું આયોજન કરવું. આજે જમીન, મિલકત કે વાહનનો સોદો ન કરવો જોઇએ. સ્ત્રીઓ તેમજ જળથી નુકસાન થઇ શકે માટે તેનાથી દૂર રહેવું જોઇએ.

ધનઃઆજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાર્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આપનું મન પણ પ્રસન્‍ન રહેશે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની કમ્યુનિકેશન સુખદ રહે. ભાગ્‍ય આપની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

મકરઃ વાણી પર સંયમ રાખશો તો ઘણી તકલીફોને વારી શકશો. પરિવારજનો સાથે નાના-મોટા મતભેદ હોય તો અત્યારે તેમની સાથે ચર્ચા દ્વારા દૂર કરી શકશો. આમ કરવાથી સહોદરો તરફથી સહકાર વધશે. આપે કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શેર કે સટ્ટામાં આપ મૂડી રોકાણ કરી શકશો પરંતુ આંધળું સાહસ કરવાનું ટાળજો. સ્ત્રીઓને મનથી અજંપો અને અસંતોષ અનુભવાય તો તમારી અપેક્ષાઓ અને તમને મળેલા પરિણામનું આકલન કરવાથી ઘણી રાહત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.

કુંભઃ શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ અને આધ્‍યાત્મશક્તિ પણ સારી રહે. દાંપત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ પસાર થાય.

ABOUT THE AUTHOR

...view details