મેષઃતમામ સાંસારિક બાબતોથી પર રહીને આપ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આપ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે. વાણી પર સંયમ રાખવાથી આપ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.
વૃષભઃ આપ ગૃહસ્થજીવન અને દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. પરિવારના સભ્યો અને નિકટના દોસ્તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. તંદુરસ્તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે. મિથુનઃ અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.
કર્કઃ સ્વસ્થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરો તે સલાહ ભરેલું છે.
સિંહઃ આજે પરિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે વાણી અને વર્તનમાં વિનમ્રતા અને પારદર્શકતા રાખવી. માતા સાથે વધુ સમય વિતાવવો અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સેવા કરવી. મનમાં નકારાત્મક વિચારો આવતા અસ્વસ્થતા વધી શકે છે માટે આવા વિચારો છોડીને ધાર્મિક બાબતોમાં ધ્યાન આપી શકો છો. જમીન, વાહન, મકાન વગેરેના દસ્તાવેજો પર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે.
કન્યાઃઆજે અવિચારી સાહસ કરવા સામે આપને ખાસ ચેતવવામાં આવે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે કમ્યુનિકેશન થાય. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ પરત્વે આકર્ષણ થાય અને તેમાં સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.