મીન:આજે નાણાંખર્ચની ચિંતાથી આપનું મન વ્યગ્ર રહેશે માટે જો ખર્ચનું પૂર્વાયોજન હોય તો તેના માટે નાણાંની વ્યવસ્થા પણ અગાઉથી કરવી જેથી તમારું કામ ક્યાંય અટકે નહીં. મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે બોલવા પર સંયમ રાખવો. આર્થિક લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. નોકરી વ્યવસાયમાં આપને સ્પર્ધાનો સામનો કરવો પડે. ઝડપી પલટાતા વિચારો વચ્ચે અટવાઇને દ્વિઘા અનુભવશો. નિર્ણય લેવામાં બીજાની મદદની જરૂર પડશે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર- વિનિમય થાય.
મેષઃ આજના દિવસની શરૂઆતમાં આપ ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. આપના તન- મનનું સ્વાસ્થ્ય જળવાશે. પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્નેહીજનોનો મિલાપ થાય. પરંતુ મધ્યાહન સાંજ પછી આપના આરોગ્યમાં ગરબડ ઉભી થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ ટાળવા. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ પર કાબૂ રાખવા સલાહ આપવામાં આવે છે. ઘર- પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અપનાવવું.
વૃષભઃઘરના સભ્યો સાથે આપ અગત્યની ચર્ચા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે આપ રસપૂર્વક કાર્ય કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરે. બપોર પછી આપ સામાજિક કાર્યમાં વધુ રસ લેશો. મિત્ર વર્તુળથી લાભ થાય. સ્વજનો સાથે સંપર્ક અને વ્યવહાર કરવાનું બને. સંતાનોથી લાભ થાય. નવા મિત્રો બને. આકસ્મિક ધનલાભની શક્યતા છે.
મિથુનઃ પરિવાર અને વ્યવસાય ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્થળે આપ અગત્યના મુદ્દાઓ હાથ ધરશે. કાર્યબોજ વધતાં તબિયતમાં થોડોક થાક વર્તાશે. પરંતુ બપોર પછી સાંજે આપની તબિયત સુધરે. મિત્રો અને આપ્તજનોના મિલનથી આનંદ થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.
કર્કઃ પરિવાર અને વ્યવસાયના ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્થળે આપ અગત્યના મુદ્દાઓ હાથ ધરશો. કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ બપોર પછી આપની તબિયત સુધરે. આપ્તજનોના મિલનથી આનંદ થાય. તેમની સાથે સારો સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.
સિંહઃ આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્વસ્થતા અનુભવો પરંતુ જો મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશો તો સ્થિતિ સુધારા તરફી રહે. મગજમાં ગુસ્સો કાઢી નાખવાની સલાહ છે. મધ્યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્યાવસાયિક સ્થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્યની ચર્ચા થાય. કુટુંબના સભ્યો સાથે આપ મહત્વની બાબતો વિચારશો.