ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Exit Poll: 'આમ આદમી'ની વાપસીના સંકેત, ભાજપનું સારૂ પ્રદર્શન, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાંનું અનુમાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૂ થયા બાદ આવેલા અંદાજે બધા જ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટી જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવવાનું છે, ત્યારે મતદાન પૂર્ણ થયાં બાદ અનેક ન્યૂઝ એજન્સીઓએ એક્ઝિટ પોલને લઈ અનુમાન જાહેર કર્યાં છે. જેમાં દિલ્હીમાં ફરી એક વખત કેજરીવાલની સરકાર આવી શકે છે.

By

Published : Feb 9, 2020, 8:17 AM IST

etv bharat
etv bharat

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે અને 11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવશે. આ પહેલા આવેલા એક્ઝિટ પોલના અનુમાનમાં આમ આદમી પાર્ટી ફરી સતા પર આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપને સફળતા મળી નથી, જો કે, ભાજપ પાર્ટી હજુ પણ દાવો કરી રહી છે કે, દિલ્હીમાં પોતાની સરકાર બનશે.

મહત્વનું છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી હતી. ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી. જો કે, 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નહોતું. આ વખતે પણ મુખ્ય સ્પર્ધા તો ભાજપ અને AAP વચ્ચે જ દેખાઈ છે. જોકે, કોંગ્રેસનો દાવો છે કે, દિલ્હીના પરિણામો સૌને માટે આશ્ચર્યજનક રહેશે. શાહીન બાગ સહિત રાજધાનીના ઘણા વિસ્તારોમાં દિવસભર પોલિંગ બૂથો પર વોટર્સની લાંબી લાઇનો જોવા મળી હતી. CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગનું ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં પાંચ પોલિંગ બૂથ હતાં.

Exit pollનું પરિણામ

એજન્સી ભાજપ+ આપ કોંગ્રેસ+
આજતક એક્સીસ 02-11 59-68 00
એબીપી સી વોટર 05-19 49-63 0-4
રિપબ્લિક જનકી બાત 9-21 48-61 0-1
ઇન્ડિયા ન્યૂઝ-નેતા 11-17 53-57 0-2
સુદર્શન ન્યૂઝ 26 42 2
ટાઇમ્સનાઉ-IPSOS 26 44 00
ટીવી9 સિસરો 15 54 1
ન્યૂઝ એક્સ પોલસ્ટાર 10-14 50-56 0-2

એક્ઝિટ પોલના તારણો અનુસાર, કોંગ્રેસની સ્થિત વધુ ખરાબ જોવા મળી રહી છે. દિલ્હીમાં પાર્ટી ખાતું પણ ખોલી શકે તેવી હાલતમાં નથી દેખાઈ રહી. આમ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ મુકાબલો હતો. જો કે, કોંગ્રેસ પણ મહેનત કરી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શાહીન બાગ વિસ્તારમાં ગયા નહોતા. એટલું જ નહીં ભાજપનો આક્રમક પ્રચાર મુકાબલા માટે કેજરીવાલે સોફ્ટ હિન્દુત્વના રસ્તાનો પણ ઉપયોગ કર્યો હતો. કેજરીવાલ હનુમાન ચાલીસા વાંચતા જોવા મળ્યા હતા, ત્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો પ્રચાર દરમિયાન પાર્ટી નરમ જોવા મળી હતી. પાર્ટીના કેટલાક નેતાઓએ દાવો કર્યો છે કે, પરિણામ ચોંકાવનારા આવશે.

હવે જોવાનું એ રહેશે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી ફરી સત્તામાં આવી છે કે, ભાજપના નેતાઓની કિસ્મત ખુલશે, કે પછી કોંગ્રેસ કોઈ ચમત્કાર બતાવશે. એ તો આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details