ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે થઇ શકે છે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી - ચૂંટણી

નવી દિલ્હી : મહારાષ્ટ્ર, હરિયાણા તથા ઝારખંડની સાથે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી થઇ શકે છે.આ ત્રણેય રાજ્યોમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં આવશે.મળતી માહીતી મુજબ આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી થઇ શકે છે.

file photo

By

Published : Jul 30, 2019, 5:35 AM IST

Updated : Jul 30, 2019, 5:41 AM IST

મહારાષ્ટ્ર, હરિયાણા તથા ઝારખંડની સાથે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી થઇ શકે છે.આ ત્રણેય રાજ્યોમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં આવશે.મળતી માહીતી મુજબ આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી થઇ શકે છે.

ભાજપ સક્રિય

આ ચૂંટણી માટે ભાજપ સક્રિય થઇ ગઇ છે.આ બાબતને લઇ ભાજપની જમ્મુ કાશ્મીરની કોર ગ્રુપની બેઠક યોજી હતી.આ બેઠકમાં વડાપ્રધાન મોદી,ગૃહપ્રધાન અમિત શાહ , કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહ, ભાજપ મહાસચિવ રામ માધવ,જમ્મુ કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના તથા રાજ્યના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


જોકે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તેના નક્કી સમય અગાઉ થઇ શકે છે તેમ જણાવા મળ્યું હતું.મહારાષ્ટ્ર તથા હરિયાણાની સાથે ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે


જણાવી દઇએ કે હરિયાણા વિધાનસભાના કાર્યકાળ 2 નવેમ્બર સુધી પૂર્ણ થઇ શકે છે.જોકે મહારાષ્ટ્રનો 11 નવેમ્બર તથા ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020 સુધી પૂર્ણ થશે.મળતી માહીતી મુજબ સમય આગાઉ ચૂંટણીમાં ઝારખંડમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયમાં અથવા તો ઓકટોબરના પ્થમ અઠવાડિયામાં ચૂંટણી અધિસૂચના જાહેર થઇ શકે છે.ત્યારે નવેમ્બર સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે.

Last Updated : Jul 30, 2019, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details