ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'મોદી અને શાહને માત્ર રાહુલ ગાંધી જ ટક્કર આપી શકે છે': ગહલોત - rahul-gandhi

જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે નિવેદન આપ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કોઈ ટ્ક્કર આપી શકે તો તે માત્ર રાહુલ ગાંધી જ છે. "આ વાત હું છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યો છું'

ashok-gehlot-praised-rahul-gandhi
'મોદી અને શાહને માત્ર રાહુલ ગાંધી જ ટક્કર આપી શકે છે': ગહલોત

By

Published : Dec 13, 2019, 4:55 AM IST

જયપુર એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે કહ્યુ હતું કે, 'મોદી-અમિત શાહ સામે લડવાની હિંમત જો કોઈ કરી શકે એવું હોય તો તે રાહુલ ગાંધી છે. એવું હું માનુ છું.'

રાહુલ ગાંધી મુદ્દાઓ આધારિત રાજનીતિથી તેમનો મુકાબલો કરી શકે છે.

દેશની નાજુક અર્થવ્યવસ્થા ઉપર ગહલોતે કહ્યુ હતું કે, ' દેશની આર્થિક સ્થિતિ બગડી રહી છે. હવે કોની પાસેથી આ લોકોને સર્ટિફિકેટ જોઈએ? ડૉ મનમોહનસિંહ, રાહુલ બજાજ, રઘુરામ રાજન અને પુરો દેશ એક સુરમાં બોલી રહ્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે. અર્થવ્યવસ્થાને દુરસ્ત કરવાના બદલે તેઓ ઉદ્યોગપતિઓના ખંભે બંદુક ફોડી રાહુલ બજાજને કાઉન્ટર કરી રહ્યા છે. જેમની આવી માનસિકતા હોય તેઓ અર્થવ્યવસ્થાને સુધારે તેમાં શંકા છે'

લોકસભા પછી રાજ્યસભામા પણ પાસ થયેલા નાગરિકતા સંશોધન બિલ અંગે ગહલોતે જણાવ્યુ હતું કે, જે રૂપમાં બિલ પાસ થયુ છે તેનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. મોદી અને શાહ નિવેદન આપીને આ આક્રોશને દબાવવા માંગે છે.

આ બિલનાની વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યામાં હિંસા ભડકી રહી છે. ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. એક આઈપીએસ અધિકારીઓ રાજીનામું આપી દીધું છે. દેશમાં આ સ્થિતિનું નિર્માણ થવું સારી નિશાની નથી.

તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યુ હતું કે,' તેઓ શું ઈચ્છે છે એ દેશને જણાવે, હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગતા હોય તો ખુલીને કહે કે અમે હિંદુ રાષ્ટ્ર બનાવીશું.'

ગહલોતે શરણાર્થીઓ મુદ્દે ગૃહ પ્રધાન અમિતશાહે દેશને ગુમરાહ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details