એક જાહેર સભાનું સંબોધન કરતી વખતે ઓવૈસીએ કહ્યું કે, મોહન ભાગવત બે બાળકોની નિયમ બનાવવાની વાત કરી રહ્યા છે. તમે એક વાત જણાવો કે, તમે કેટલા લોકોને નોકરી આપી છે. 2018માં દરરોજ 36 બાળકોએ આત્મહત્યા કરવા વિશે તમે શું કહેશો. ભારતની કુલના વસ્તીના 60 ટકા લોકોની આયુ 40 વર્ષથી નાની છે, તેમની વાત તમે કેમ નથી કરતા.
ભાગવતના નિવેદન પર ભડક્યા ઓવૈસી, બાળકોની આત્મહત્યા વિશે વિચારવા કરી ટકોર - RSS
હૈદરાબાદઃ ઓલ ઈન્ડિયા ઈત્તેહાદુલ મુસ્લિનમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વંય સેવક દળ(RSS)ના વડા મોહન ભાગવતના બે બાળકો અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. ઓવૈસીએ કહ્યું કે, દર રોજ 36 બાળકો આત્મહત્યા કરી રહ્યા છે, એ વિશે ભાગવત ક્યારે બોલશે.
ભાગવતના નિવેદન પર ભડક્યા ઓવૈસીઃ બાળકોની આત્મહત્યા વિશે વિચારે
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મોહન ભાગવતે વસ્તી વધારાને કાબુમાં લેવા કાયદાનો સહારો લેવા અંગે કહ્યું કે, સંઘના ઢંઢેરામાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે.