ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમારી પ્રાર્થના મુશ્કેલીમાં વાયુસેનાના બહાદૂર પાયલટ અને તેમના પરિવાર સાથે છે. તેમણે લખ્યું કે, જીનિવા સંધિના અનુચ્છેદ ત્રણ હેઠળ દરેક પક્ષના કેદીઓની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવાનો હોય છે. વર્તમાનમાં જેવી સ્થિતિ હોય, પાકિસ્તાનને ભારતીય વાયુસેનાના પાયલટ પ્રત્યે પોતાની જવાબદારીઓનું સમ્માન કરવું જોઈએ.
યુદ્ઘબંધીઓ (POW)ના અધિકારીઓ અધિકારોને જાળવી રાખવા માટે જીનિવા સમજૂતીમાં ઘણા નિયમો આપેલા છે. જીનિવા સમજૂતીમાં ચાર સંધિઓ અને સ્વ-અતિરિક્ત પ્રોટોકોલ સામેલ છે, જેનો હેતું યુદ્ધના સમયે માનવીય મૂલ્યોને જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યાં છે. માનવતાને યથાવત રાખવા માટે પ્રથમ સંધિ વર્ષ 1864માં થઈ હતી. તે બાદ બીજી અને ત્રીજી સંધિ ક્રમશઃ 1906 અને 1929માં થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં 194 દેશે સાથે મળીને ચૌથી સંધિ કરી હતી.
આંતરરાષ્ટ્રીય કમિટિ ઓફ રેડ ક્રોસના પ્રમાણે જીનિવા સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધબંધીઓના અનુસંધાને સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર ન થવો જોઈએ. આ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ પણ ન થવો જોઈએ. સૈનિકોને કાયદાકીય સુવિધા પણ પુરી પાડવામાં આવે. યુદ્ધબંધીઓને ડરાવવા કે ધમકાવી ન શકાય, અપમાનિત ન કરી શકાય. આ સંધિના હેઠળ યુદ્ધબંધીઓ (POW) પર કેસ દાખલ કરી શકાય છે. યુદ્ધબંધીઓને ફક્ત તેનું નામ, સેનાનું પદ અને યુનિટના વિશે પુછી શકાય છે.
જીનિવા સંધિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો
- સંધિના હેઠળ ઘાયલ સૈનિકની યોગ્ય દેખરેખ કરવામાં આવે
- સંધિ હેઠળ ખાવાનું-પીવાનું અને જરૂરી બધી વસ્તુઓ આપવામાં આવે
- સંધિ હેઠળ યુદ્ધબંધીની સાથે અમાનવીય વ્યવહાર ન કરી શકાય.
- કોઈપણ દેશના સૈનિક જેવો જ પકડાય છે, તેની પર આ સંધિ લાગૂ થઈ જાય છે.
- સંધિ હેઠળ યુદ્ધબંધીને ડરાવી ધમકાવી ન શકાય.
- યુદ્ધબંધીની જાતિ, ધર્મ, જન્મ જેવી વાતો વિશે ન પુછી શકાય.