જણાવી દઈએ કે, અસદુદ્દીન ઓવૈસી NRC અને NPR વિરૂદ્ધ આયોજીત રેલીમાં 'સંવિધાન બચાવો, લોકતંત્ર બચાવો' માં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં તેઓએ PM મોદી અને NRCથી લઈને NPR પર પ્રશ્રો ઉઠાવ્યા હતા.
આ રેલીમાં પહોંચતા જ ઓવૈસીએ નાગરિકતા કાયદાથી લઈ કેન્દ્ર અને PM મોદી પર નિશાન સાધવાનું શરુ કરી દીધું હતું.
તેમણે કહ્યુ કે, જો સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કરવા ઈચ્છે છે. ઓવૈસીએ કહ્યું કે, NRC અને NPRમાં કંઈ જ તફાવત નથી, બન્ને એક સિક્કાની બે બાજુઓ છે તેમજ તેઓએ મોદી સરકાર પર ધર્મના નામે લોકોનું વિભાજન કરવાનો આરોપ લગાવ્યો છે.
AIMIM પ્રમુખે કહ્યું કે, 'તમે જ નાગરિકત્વ કાયદો બનાવ્યો છે તે બંધારણની વિરૂદ્ધ છે. તે મૂળભૂત અધિકારોના આર્ટિકલ 14 અને 21 ની વિરૂદ્ધ પણ છે, જ્યારે આર્ટિકલ 14 સમાનતાના અધિકારની વાત કરે છે. આગળ તેઓ કહે છે કે, PM મોદી દેશની જનતાને ફક્ત એટલું જણાવી દે કે 2024 સુધી NRC કરશે કે નહીં.