હૈદરાબાદના સાંસદ ઓવૈસી શનિવારે મોડી રાત્રે કહ્યું કે, હું શું કામ લાઇનમાં ઉભું રહ્યું અને સાબિત કરું, મે આ ધરતી પર જન્મ લીધો છે. હું ભારતનો નાગરિક છું. બધા 100 કરોડ ભારતીયોને લાઇનમાં ઉભા રહેવું પડશે. (નાગરિકતાનું પ્રમાણપત્ર દેખાડવા માટે) આ ફક્ત મુસ્લિમનો મુદ્દો નથી, પરંતુ બધા ભારતીયો માટે ચિંતાનો વિષય છે. હું મોદી ભક્તોને કહેવામાં માગું છું કે, તમારે લાઇનમાં ઉભા રહેવું પડશે અને ડોક્યુમેન્ટ લાવવા પડશે.
દારુસ્સલામમાં મુસ્લિમ સમૂહોની સંસ્થા યુનાઈટેડ મુસ્લિમ એકશન કમિટી દ્વારા આયોજિત એક બેઠકમાં ઓવૈસીએ કહ્યું કે, ભારતીય મુસ્લિમે ભાગલાના સમયે જિન્નાના બે રાષ્ટ્રના સિદ્ધાંતને નકરતા ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.
તમે 'શાહ' હશો, પરંતુ દેશનું બંધારણ 'બાદશાહ' છેઃ ઓવૈસી
ભાજપના ઘણા મુસ્લિમ રાષ્ટ્ર હોવાના દાવા પર તેમણે કહ્યું કે, અમારો તેની સાથે કોઇ લેવા દેવા નથી. મને ફક્ત ભારતની ચિંતા છે. ભારત અને ફક્ત ભારત સાથે પ્રેમ છે. (તમે કહો છો) ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્ર છે. તમે ત્યાં જતા રહો. મને કેમ કહી રહ્યાં છો.
ઓવૈસીએ કહ્યું કે, હું મારી ઇચ્છા અને જન્મથી ભારતીય છું...જો ગોળી મારવા માગતા હો, તો મારી દો.તમારી ગોળીઓ પૂરી થઇ જશે, પરંતુ ભારત માટે મારો પ્રેમ સમાપ્ત નહીં થાય. અમારા પ્રયત્ન દેશને મારવાનો નહીં, પરંતુ બચાવવાનો છે.