ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પુલવામા આતંકી હુમલાની નિંદા કરી અને કહ્યું, 'આ હુમલાનો સંબંધ પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન સરકાર, પાકિસ્તાન સેના અને IASની યોજના અનુસાર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે લોકોએ અમારા 40 જવાનોની હત્યા કરી છે અને તેની જવાબદારી લીધી છે, તે જૈશ-એ-મોહમ્મદ નથી જૈશ-એ-શેતાન છે.'
#Pulwamaattack: PAK પર ઓવૈસીના પ્રહારો, જૈશ-એ-મોહમ્મદને શેતાન ગણાવ્યો - Gujarat news
હૈદરાબાદઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે પાકિસ્તાનને નિર્દોષતાનો નકાબ હટાવી દેવા કહ્યું હતું. તેમણે આ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની વાત કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, 'મોહમ્મદના સૈનિક કોઈ વ્યક્તિની હત્યા ન કરી શકે, તે માનવતા પ્રતિ દયાળુ છે. તમે જૈશ-એ-શેતાન, જૈશ-એ-ઈબલીસ છો. મજૂદ અઝહર તમે મૌલાના નહી, તમે શેતાનના શિષ્ય છો. આ લશ્કર-એ-તૈયબા નથી, આ લશ્કર-એ-શેતાન છે.'
ઓવૈસીએ કહ્યું કે, 'અમે પાકિસ્તાનના PMને જણાવવા માગીએ છીએ કે, તે ટીવીની સામે બેસી ભારતને સંદેશો ન આપે, જે તે ઈચ્છે છે. તમે તેને શરૂ કર્યું, આ પ્રથમ હુમલો નથી. પઠાણકોટ, ઉરી અને હવે પુલવામા. અમે પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવા માગીએ છીએ કે, હવે તમે તમારા ચહેરા પરથી નિર્દોષતાનો નકાબ ફેંકી દો.'
14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. તો આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.