ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના કાર્યાલયમાં AAPના CMના પોસ્ટર લાગ્યા, નારાજ થયા નેતા - BJP

નવી દિલ્હી: ભાજપા કાર્યાલયમાં કંઇક એવુ થયું કે જેની કલ્પના પણ કરી ન શકાય. હકીકતમાં કાર્યાલયમાં એક હૉલ છે. જેનો ઉપયોગ પ્રેસ કોન્ફરન્સ અથવા નેતાઓની બેઠક માટે કરવામાં આવતો હોય છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 7, 2019, 10:21 AM IST

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપાએ હૉલના સ્ટેજ પર વડાપ્રધાન મોદીના ફોટા સાથેનો એક હોર્ડિંગ્સ રાખ્યો હતો અને તે હોર્ડિંગ્સની નીચે જ પાર્ટીના અધ્યક્ષ મીડિયાને સંબોધન કરે છે.

શુક્રવારે ભાજપા સાંસદ વિજય ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે તે પ્રેસને સંબોધન કરવા પહોંચ્યાં તો અચાનકથી સાથે લઇ આવેલ હોર્ડિંગ્સ પક્ષ દ્વારા લગાવેલા હોર્ડિંગ્સ પર જ લગાવી દીધુ. PM મોદીની ફોટો અને તેના હોર્ડિંગ્સ પર જ વિજય ગોયલના આદેશ પર આ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું હતું, તે હોર્ડિંગ્ય પર કેજરીવાલનો ફોટો અને રિયલિટી ચેક ઓફ ગવર્નમેન્ટ લખ્યુ હતું.

ભાજપા સાંસદ દ્વારા કેજરીવાલના ફોટા સાથે લગાવેલ હોર્ડિંગનો અર્થ જ્યાં સુધી પાર્ટીના અન્ય નેતા સમજી શકે ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ હતી. કેજરીવાલની ફોટો અને તેના હોર્ડિંગ્સની નીચે નરેંન્દ્ર મોદીનું પોસ્ટર ગાયબ થઇ ગયું હતું. પ્રેસ કોન્ફરન્સ પુરી થઇ ગઇ, પરંતુ તેના પર પક્ષના નેતાઓએ જ્યારે નારાજગી વ્યક્ત કરી ત્યારે વિજય ગોયલ પણ કંઇ કહી ન શક્યા. અને તુરંત જ કેજરીવાલનો ફોટા સાથેનું હોર્ડિંગ્સ ત્યાંથી દુર કરવાનો આદેશ આપવામાં આવ્યો.

ABOUT THE AUTHOR

...view details