ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ, જાણો રાજકીય કારકિર્દી અને ગુજરાત કનેક્શન - અરુણ જેટલીની રાજકીય કારકિર્દી

આજે પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે આજે આપણે અરૂણ જેટલીના ગુજરાત સાથેના સંબંધ વિશે વાત કરીશું. જેટલીનું 2019ના વર્ષમાં આજના 67 વર્ષની ઉંમરે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. અરુણ જેટલીનું ગુજરાત સાથે અનોખો નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતમાંથી મતદાન પણ કર્યુ હતું, તો ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ પણ રહ્યાં હતાં. જેટલીનો ગુજરાત સાથે વધુ લગાવ રહ્યો હતો. જેટલી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ પણ હતાં. કહેવાય છે કે, ગુજરાતના રાજકીય કાર્યક્રમોમાં અરૂણ જેટલીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવતું હતું.

Arun Jaitley First Death Anniversary
આજે અરૂણ જેટલીજી પુણ્યતિથિ

By

Published : Aug 24, 2020, 10:12 AM IST

Updated : Aug 24, 2020, 10:17 AM IST

આજે પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે આજે આપણે અરૂણ જેટલીના ગુજરાત સાથેના સંબંધ વિશે વાત કરીશું. જેટલીનું 2019ના વર્ષમાં આજના 67 વર્ષની ઉંમરે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. અરુણ જેટલીનું ગુજરાત સાથે અનોખો નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતમાંથી મતદાન પણ કર્યુ હતું, તો ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ પણ રહ્યાં હતાં. જેટલીનો ગુજરાત સાથે વધુ લગાવ રહ્યો હતો. જેટલી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ પણ હતાં. કહેવાય છે કે, ગુજરાતના રાજકીય કાર્યક્રમોમાં અરુણ જેટલીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવતું હતું.

પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહએ ટ્વીટ કરી શ્રદ્ધાજલી પાઠવી હતી.

અરુણ જેટલીનું વોટર આઈડી અમદાવાદનું હતું, જેથી લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી હોય જેટલીજી એસજી હાઈવે પર આવેલ ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિયુટમાં મત આપવા જતા હતાં. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેટલીજીનો સારો એવો ઘરોબો હતો. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ અરૂણ જેટલી ગુજરાત આવતા હતા. નરેન્દ્ર મોદીના ખરાબ સમય વખતે પણ અરૂણ જેટલી તેમની પડખે ઉભા રહીને તેમને સાથ આપ્યો હતો. ગોધરાકાંડ પછી પણ તેમણે પાર્ટી મિટિંગમાં નરેન્દ્ર મોદીનો પક્ષ લીધો હતો.

અરૂણ જેટલી ગુજરાતની બેઠક પરથી જ રાજ્યસભામાં સાંસદ બન્યા હતાં. જેથી તેમનો ગુજરાત પ્રત્યેનો લગાવ હોય તે સ્વભાવિક છે. હાલમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહને જ્યારે તડીપાર કરવામાં આવ્યા હતાં, ત્યારે તેઓ સૌથી પહેલા અરુણ જેટલીને મળ્યા હતાં. રાફેડ ડીલમાં કૌભાંડ થયું હોવાના કોંગ્રેસના આક્ષેપ વખતે પણ અરૂણ જેટલી મોદી સરકારની સાથે ઢાલ બનીને ઉભા રહીને તમામ આક્ષેપોના જડબાતોડ જવાબ આપ્યો હતો. જેથી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મિત્રની જેમ તેઓએ પણ સાથ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ પાંચ વર્ષ સુધી નાણાં પ્રધાન રહ્યાં હતા. આ કાર્યકાળમાં ખુબ જ ખંત અને વખાણવાલાયક કામ કર્યું હતું. મોદીના પ્રથમ કાર્યકાળમાં છેલ્લા વર્ષમાં જેટલીની તબિયત કથળી હતી. જેથી તેઓ છેલ્લુ બજેટ રજૂ કરી શકયા નહોતા. લોકસભાની ચૂંટણી દરમિયાન એનડીએ ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન અરૂણ જેટલીનું નામ સામે આવ્યું ત્યારે તેઓ ભાજપના અધ્યક્ષ અને વર્તમાનમાં ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને લોકસભાની ચૂંટણી લડવાની સામેથી ના પાડી હતી. તેઓએ અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનું કારણ બતાવ્યું પણ પાછળથી ખરૂ કારણ સામે આવ્યું કે તેઓની તબીયત ખરાબ હતી. જેથી લોકસભાની ચૂંટણીથી દૂર રહ્યાં હતાં.

અરુણ જેટલીની રાજકીય કારકિર્દી

  • અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો, પિતા વકીલ હતા
  • જેટલીએ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 1957-69 સુધી અભ્યાસ કર્યો,
  • શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ કર્યું હતું, દિલ્હી યુનિવર્સિટીથી 1977માં કાયદાનો અભ્યાસ કર્યો
  • જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન એબીવીપીના વિદ્યાર્થી નેતા પણ હતાં.
  • ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં.
  • 1975માં દેશમાં લાગેલી કટોકટીના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં.
  • 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં.
  • 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં.
  • 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં.
  • જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી.
  • 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં.
  • 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા.
  • બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી.
  • જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં.
  • 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં.
  • જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું.
  • રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં.
  • 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ.
  • 1999માં વાજપેયીની સરકારમાં સૂચના અને પ્રસારણ રાજ્ય પ્રધાન બન્યાં
  • 2000ની લોકસભા ચૂંટણી બાદ કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલય સંભાળ્યું
  • 2014માં જેટલીએ અમૃતસરથી ચૂંટણી લડી, પણ કેપ્ટન અમરિન્દર સિંહ સામે હાર્યાં.
  • જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં.
  • માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં.
  • 2014માં મોદી સરકાર બન્યા બાદ નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી
  • જેટલીના નાણા પ્રધાન તરીકેના કાર્યકાળમાં જ સરકારે નોટબંધી કરી
  • 2018માં જેટલીનું દિલ્હી સ્થિત એમ્સમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થયુ, પછી સોફ્ટ ટિશ્યુ સર્કોમા હોવાનું જાણવા મળ્યું
  • ન્યૂયોર્કમાં કેન્સરની સફળ સર્જરી થઈ, પણ 2019માં 67 વર્ષની ઉંમરે નિધન થયું
Last Updated : Aug 24, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details