ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૈજ્ઞાનિકો તો પહેલાથી તૈયાર હતા પણ સરકાર તૈયાર નહોતી: અરુણ જેટલી - setelaite strike

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી દ્વારા આજે દેશના નાગરીકોને એક જાહેરાત કરી જે રીતે સૂચના આપી છે તે જોતા વિપક્ષ પાર્ટી પણ અચંબામાં પડી ગઈ છે. વડાપ્રધાન મોદીએ આજે જાહેરાત કરી હતી કે, ભારતે અંતરીક્ષમાં મિશન શક્તિ ઓપરેશન કરી લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યું છે. ત્યારે હવે વડાપ્રધાનની આ જાહેરાત બાદ રાજકારણ પર ગરમાઈ ગયું છે. વિપક્ષ પણ સરકાર પર ઘેરાવ કરી રહી છે, રાહુલ ગાંધીએ તો કંઈક અલગ રીતે જ શુભેચ્છા આપી કટાક્ષ કર્યો હતો.

અરુણ જેટલી

By

Published : Mar 27, 2019, 4:40 PM IST

Updated : Mar 27, 2019, 10:30 PM IST

આ અંગે સરકાર તરફથી એક પ્રેસ કોંન્ફરંસ કરી અરુણ જેટલી તથા રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અમે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરી રહ્યા છે જ્યારે વિપક્ષનું કહેવું છે કે, અત્યારે જ કેમ ચૂંટણી પછી આવું કરવું હતું. અરુણ જેટલીએ વધુમાં કહ્યું કે, આ પ્રકારની તાકાતની સાથે સાથે આ વિસ્તારોમાં હવે શાંતિ પણ સ્થપાવા લાગી છે અને આપણી તાકાતનો પરચો પણ મળ્યો છે. આજે જે રીતે અંતરીક્ષમાં સફળતા મળી છે તે ભારત સરકારના પ્રયાસોનું પરિણામ છે. આ તમામ માટે ભારતમાં શોધ થઈ છે તથા તેના માટે ભારતમાં જ તેનું નિર્માણ થયું છે. આવી કોઈ પણ પ્રકારની લડાઈ માટે આપણે તૈયાર રહેવાનું છે.

વધુમાં જેટલીએ જણાવ્યું કે, આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે, ખાસ કરીને વૈજ્ઞાનિકો માટે, જેમણે આજે તે ક્ષમતા મેળવી છે જે વિશ્વમાં ફક્ત ત્રણ જ દેશ પાસે છે. આ વૈજ્ઞાનિકોની બહું પહેલાની ઈચ્છા હતી, આપણી પાસે ક્ષમતા પણ હતી, તાકાત પણ હતી પણ સરકાર પરવાનગી નહોતી આપતી.

Last Updated : Mar 27, 2019, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details